________________
નમનથી મુક્તિ
૧૭૩
સંત-ઋષિ-મુનિ કે વિદ્યાના સાગર પાસે ચાલ્યા જશે તે પણ જ્ઞાનરૂપી જળ પ્રવેશી શકશે નહીં કારણ વિનમ્રતાનો અભાવ.
જીનછ ચામર કેરી હાર ચલતી એમ કહે રે લોલ. જીન છે જે નમે અમ પરે તે ભવિ ઉદેવ ગતિ લહેરેલોલ
પ્રભુજીના અતિશયથી ચાલતી ચામરની હાર માળા પણ જીવને એકજ સંદેશ આપે છે કે જે અમારી પેઠે (પ્રભુને) નમશે તે ઉર્ધ્વગતિ (મેક્ષ) પામશે. માટે યાદ રાખો–વિનય ધર્મ એટલે “નમનથી મુક્તિ ."
પણ આપણે વિનયનો વાસ્તવિક અર્થ ન સ્વીકારતા નમ્રતાને નબળાઈ બનાવી દીધી છે, કેમકે વિનય ને ખુશામત, ચાપલુસી. દિનતા કે હિનતા સાથે જોડી દીધું છે. લધુતા એ વિનય જરૂર છે. પણ લધુતા ગ્રથિએ વિનય નથી. એ રીતે નમ્રતા વિનય જરૂર છે. પણ તે સહજ ગુણને બદલે માયા ન હોય તે – નમન નમન મેં ફેર હૈ બહેત નમે નાદાન
દગા બાજ દુગુણ નમે ચિત્તા ચોર કમાન દુન્યવી રીતે પાંચ પ્રકારે વિનય વર્ણવ્યો છે.
(૧) લોકપચાર વિનય - જ્યાં કેવળ લોકમાં કીર્તિ પ્રાપ્ત કરવા માટે જ નમવામાં આવે છે. અહીં દેખાવ હોય છે પણ હૃદયની પ્રેરણું હોતી નથી. તેના હદય પર શું અસર થશે? એવી શિષ્ટાચાર ભાવના કે પ્રશંસા કરાવવા માટે જ વિનય દાખવવામાં આવે છે.
(૨) ભય વિનય :- ઉપરી અધિકારી કે સત્તાધારી વ્યક્તિ પાસે બઢતી કે સ્થાન ટકાવવા વિનય દાખવે, વિદ્યાથી સજાના ભયથી વિનય દાખવે વગેરે સર્વે વિનયમાં ભયની પ્રધાનતા છે.
(૩) અથ વિનય :- સિાની પ્રાપ્તિ માટે ધનાઢયનું, સત્તાધારી વ્યક્તિનું, અધિકારીનું બહુમાન કરે, માલ વળગાળી દેવા માટે વેપારીને ગ્રાહકને કે મેનેજરને વિનય કર, નોકરીમાં પગાર વધારા માટે શેઠને વિનય કરે. આ સર્વે અર્થ વિનય છે.
(૪) કામ વિનય – કામવાસનાની તૃપ્તિ માટે જે સ્ત્રીઓની સાથે નમ્રતા દાખવવામાં આવે છે તે કામવિનય કહેવાય. ત્યાં માણસ લાતને માર પણ ખમી લે છે. કેઈ આ વાત જાણી ન જાય અને