________________
૧૭૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
-
- -
-
-
-
સંત કહે મારા મુખમાં દાંત છે? – નહી તો –
અને જીભ દેખાય છે? તે તે છે જ, આમ કેમ? કારણ બતાવી શકશે?
લાઓસે કહે મને લાગે છે કે નરમ હોવાથી જીભ ટકી રહી છે. અને અક્કડ હોવાથી દાંત નાશ પામ્યા છે. ચાડ્યુસ કહે તમારી વાત તદન બરાબર છે. જગત પણ આ જ વિનયના સિદ્ધાંત પર ટકી રહ્યું છે. બસ વિશેષ કંઈ કહેવું નથી.
આપણે પણ લેક વ્યવહામાં બોલીએ છીએ “નો તે પ્રભુને ગમ્યો” માટે આજનું પરિશીલન રાખ્યું નમન થી મુક્તિ.
આ જ છે વિનય દ્વારા ચિરસ્થાયિત્વનું વરદાન.
જ્ઞાતા ધર્મ કથાંગ સૂત્રમાં તીર્થંકર પદવી પ્રાપ્તિ માટેના વીસ કારણે (વીસ સ્થાનક) બતાવ્યા છે. તેમાં પણ “વિનય નામક એક પદની આરાધના દર્શાવી છે. ત્યારે પ્રશ્ન થાય કે કેટલીવારથી આ વિનય-વિનય-વિનય શબ્દ આવે છે પણ વિનય એટલે શું?
વિનીચતેડનાદ કા જ રૂતિ વિનય આચાર પ્રદીપ ગ્રન્થમાં જણાવે છે કે જેના વડે આઠ પ્રકારના કર્મો દૂર કરાય તે વિનય.
સામાન્ય અર્થમાં તે વિનય એટલે શિષ્ટતા અથવા નમ્રતા કહેવાય છે. પણ પારંપારિક અર્થ બતાવતા આઠ કર્મોનું નિવારણ એજ વિનયતપ ગણાવ્યો છે. નિત-નાગતિ સઇ શ ા માટે પ્રવાર कर्म स विनय :
તેથી જ કરીને ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ પ્રથમ વિનધર્મને ઉપદેશ છે, દશવૈકાલિકના નવમાં અધ્યયનમાં પણ વિનય–સમાધિ ને સંદેશો ભરેલો છે, પ્રશ્ન વ્યાકરણ નામક દશમા અંગસૂત્રમાં પણ વિનયને આચારનું રૂપ આપેલું છે અને અત્યંતર તપમાં વિનયને બીજા નંબરે તપનું સ્થાન અપાયું છે. અરે બુદ્ધ પણ “વિનય પિટક નામના અધ્યયનને ઉપદેશ આપેલ છે.
કારણ કે વિનય એ જ શાસનનું મૂળ છે નિર્વાણનું સાધન છે. વિનય વિના ધર્મ કે તપ રહી શકે નહીં.
કુવામાં ઘડે નાખો ત્યારે કુવો તે પાણી વડે ભરેલે જ છે. પણ ઘડામાં પાણુ કયારે આવે ? જ્યારે ઘડે નમે ત્યારે. તેમ ગમે તેટલા