________________
વાવ અને લણે તે આપણું ઘન રાજા હરણ કરીને ન લઈ જાય.
અનંગસેના વેશ્યા સાથેના બાર વષીય સુખ ભંગ પછી ફરી બાર વર્ષને બીજે દેર ચાલુ થ. ધનદની ચાર સુંદર સ્ત્રી સાથેના ભેગવિલાસનો. બાર વર્ષમાં ચારે સ્ત્રીઓને સુંદર પુત્ર પ્રાપ્ત થયા. ચારે સ્ત્રીએ સાસુજીના હુકમને માન આપી કૃત પુણ્યને ફરી સૂતો જ જંગલમાં મૂકી આવ્યા. પણ બાર વર્ષનો રાગ હતે. એટલે ચારે એ એક એક રત્ન તેના વસ્ત્રમાં બાંધી દીધું. - રત્નના પ્રભાવે તે સુખી થયો. શ્રેણિક રાજાની પુત્રી અનારમાં પણ મળી અને અડધું રાજ્ય પણ મળ્યું.
આમ ત્રણ કટકે તેને સંપત્તિ મળી. પણ આજીવન સુખી રહ્યો. કારણ કે તેણે ખીર ત્રણ કટકે વહેરાવેલી હતી. આ રીતે ત્રણ ભાગ કર્યા તે દૂષણને લીધે સંપત્તિમાં ત્રણ તબક્કા થયા. શાસ્ત્રકાર પણ દાતા સંબંધિ દૂષણોને જણાવતા કહે છે કે
अनादरो विलंबश्च वैमुख विप्रिय वचः
पश्चात्तापश्च दातुः स्यात् दान दूषण पञ्चक અનાદર, દેવામાં વિલંબ, મુખ બગાડવું, અપ્રિય વચન બોલવું, દીધા પછી પસ્તાવો થવો તે દાન સંબંધિ પાંચ દૂષણો કહ્યા છે. .
આ રીતે કૃતપુણ્યને દાન પ્રભાવથી પોતાની પત્ની એક, બીજી ચાર સ્ત્રી ધનદની, રાજકુંવરી અને અનંગસેના એ રીતે સાત પત્ની તથા રાજ્ય પ્રાપ્ત થયું.
તમે કહેશો ને કે આટલું બધું મળે છે તે દાન શા માટે ન કરવું? વાવ અને લણે શાલીભદ્રની આખી વાતમાં યાદ શું રહ્યું ? - નવાણું પેટી જ કે બીજું કંઈ ?
દાનની મહત્તા સંપત્તિ પ્રાપ્તિમાં નથી પણ શાશ્વત સંપત્તિમાં છે. શાલીભદ્ર, ધજો કે કૃતપુણ્ય સંપત્તિ મેળવી પણ જાણી, ભોગવી પણ જાણી અને છેડી પણ જાણી. દાનનો મહિમા ત્યાગ ભાવનામાં છે. જે ત્યાગના ભાવ સાથે નહીં દીધું તે તે ધન પણ બેડીરૂપ જ મની જવાનું છે.
મમ્મણની શેઠની જેમ જેશે અને રોશે. ધર્મના ચાર અંગોમાં દાન પ્રથમ કેમ મૂકયું?