________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ–ર
દાનમાં જ સ્વાર્થ ત્યાગ છે અને સૂર્કમપણું છે. માટે છે ભેજરાજા! તું પણ દાન કરીને તારી કીર્તિ વધાર, તેમજ વાદળાના જેવી ઊંચી સ્થિતિ પ્રાપ્ત કર. - કૃતપુણ્યને પણ દાનના પ્રભાવથી જ લક્ષમી મળેલી છે. વેશ્યાને ત્યાં જ કરી રહ્યો છે. સુખ સંપત્તિમાં આળોટવાનું કામ જ તેણે જન્મથી આજ સુધી કર્યું છે. વળી તેનું નામ પણ સાર્થક છે. કૃતિ-પુષ્ય “કર્યું છે સંચિત પુન્ય જેણે તેવો છે.”
પણ ધીમે ધીમે તેની સંપત્તિ ખુટવા લાગી. તીવ્રજવરના ઉદયથી તેના માતા-પિતા પણ મૃત્યુ પામ્યા. હવે ઘેર રહી છે. માત્ર આર્ય સન્નારી પત્ની ધન્યા. પતિના સુખને કદી ન પામી હોવા છતાં પતિવ્રતા ધન્યા પિતાના એક એક આભૂષણ મેકલી રહી છે. પણ પિતાના પતિના સુખમાં ક્યાંય ઓછપ ન આવે તેનો બરાબર ખ્યાલ રાખી રહે છે.
પણ અનંગસેના વેશ્યાની માતા સમજી ગઈ. આભૂષણે આવ્યા માટે ઘર ખાલી થઈ ગયું લાગે છે. ધીરે ધીરે કૃતપુણ્યનું અપમાન થવા લાગ્યું. અનંગસેનાને બહુ દુઃખ થાય છે. અપમાનીત થયેલ કૃતપુણ્ય વેશ્યાનું ઘર છોડીને પિતાને ઘેર પાછો આવે છે.
ઘેર સુશીલ પત્ની ધન્યા રાહ જોતી બેઠી છે. પતિને થોડું બચેલું ધન આપીને વેપાર કરવા જવા માટે સલાહ આપે છે. સાર્થવાહ જવાને હોય છે. તેની સાથે જવા માટે પત્ની ધન્યા મેકલે છે. સાથે લાડવાનું ભાથું આપ્યું છે અને ખાટલામાં ગામ બહાર સૂતે છે.
આ સમયમાં જ તે ગામમાં એક એવું વિચિત્ર પ્રસંગ બન્યો હતો કે ધનદ નામને એક ગૃહસ્થ મૃત્યુ પામેલો હતો. તેને ચાર ચાર સુંદર સ્ત્રીઓ હોવા છતાં એક પણ પુત્ર કે સંતાન નહીં અને તે રાજના નિયમ મુજબ રાજા અપુત્રીયાનું ધન બધું જ હરણ કરીને લઈ જાય. - રાત્રે દેવાલયે આવેલી ધનદની માતાએ જોયું કે કોઈ સુંદર યુવાન બહાર ખાટલામાં સૂતો છે. પોતાની ચારે પુત્રવધૂને બેલાવી કૃતપુણ્યને સીધે જ ઘેર ઉઠાવી લાવ્યા. ચારે પુત્રવધૂને સાસુએ કહી દીધું કે તમે છૂટથી આ યુવાન સાથે ભેગ ભેગ. જેથી ચારેને પુત્ર પ્રાપ્તિ થાય