________________
વા
અને લણે
-
..
-
दानं भोगो नाशस्तिस्रो गतयो भवन्ति वित्तस्य ... यो न ददाति न भुङ्क्ते तस्य तृतीया गतिभवति
ધનની ત્રણ જ ગતિ છે (૧) દાન (૨) ભેગ (૩) નાશ. જો ધન દાનમાં ન દેવાય કે તેને ઉપગ પણ ન થાય તે તેને અવશ્ય નાશ થવાને છે. પછી તે નાશ અગ્નિ વડે થાય, ચારથી થાય, બિમારીથી , થાય કે છેલે સરકાર જપ્ત કરી લે.
રાજા ભેજના દરબારમાં ઘણા કવિ રહેતા હતા. એક દિવસ મધમાખી પોતાના બે પગ ઘસી રહી હતી તે જોઈને રાજા ભેજે કવિને પૂછ્યું કે આ મધમાખી પિતાના બંને પગ કેમ ઘસી રહી છે?'
ત્યારે કવિએ એક શ્લોકમાં જવાબ આપ્યदेयं भोज! घनं धनं सुविधिना नो संचितव्यं कदा ।
श्री कर्णस्य बलस्य विक्रम नृप स्यादद्यपिकीर्तियेतः . येनेदं बहु पाणिपाद युगलं धृष्यन्ति भो मक्षिका
अस्माकं मधु दान भोग रहितं नष्टं चिरात्संचितम्
અર્થાત્ હે ભેજ રાજા! ઘણું–ખૂબજ ધન વિધિપૂર્વક દાન કરવું જોઈએ. પરંતુ તેનો સંચય કદાપિ કર ઠીક નથી કેમકે શ્રી કર્ણની, બલિરાજાની કે વિક્રમરાજાની કીતિ આજ સુધી દાનને લીધે જ ટકી રહી છે.
તે માખી વારંવાર હાથપગ ઘસીને બતાવે છે કે અમે અમારું મધ ખાધું પણ નહીં અને દાન પણ ન દીધું. તે પરિણામ શું આવ્યું ? લાંબા સમય સુધી એકઠું કરેલું અમારું મધ નાશ પામ્યું. નીતિશાસ્ત્રમાં પણ જણાવે છે કે
गौरवं प्राप्यते दानान्नतु वित्तस्य संचयात् _ स्थितिरुचैः पयोदानां पयोधीनामधः स्थितिः
ધનને સંચય કરવાથી નહીં પણ દાન દેવાથી જ ગૌરવ પ્રાપ્ત થાય છે. જે રીતે વાદળો દાનેશ્વર થઈ સમગ્ર ધરતી ઉપર વરસીને અમૃત જેવા મીઠા પાણી વડે સીંચે છે. છતાં તે આકાશમાં ઊંચે રહે છે અને સમુદ્ર જળ સંચય કરે છે છતાં તે ખારું રહે છે અને સમુદ્રની સ્થિતિ પણ નીચે રહેવા જ સર્જાયેલી હોય છે.