________________
૧૧૭૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ મનોમન સમાધાન કર્યું લમણે આર્યાએ, ભગવાન તે અવેદિ છે. અદિ પ્રભુને સદિના સુખ દુઃખની શું ખબર પડે? એટલા માટે જ પ્રભુએ બ્રહ્મચર્યને સર્વાધિક મહત્ત્વ આપ્યું છે. એ રીતે તેણીએ તીર્થકરની આશાતના અવહેલના કરી. - થોડી વખતમાં સાધ્વીજીની વિચારધારા પલટાણી. અરેરે મેં આ શું વિચાર્યુ? વીતરાગ પરમાત્મા તે સર્વજ્ઞ–સર્વદશી છે. તેને વળી શું પક્ષ હોય? મેહનીય કર્મવશ બની મેં જ અવળી વિચારણા કરી. તેણીએ પ્રાયશ્ચિત લેવા માટેની તીવ્ર અને ભાવ સાથે જે પગ ઉપાડ કે પગમાં કાંટો વાગ્યો. બસ કાંટ વાગતા જ મનમાંથી સરળતા ચાલી ગઈ અને કાંટા રૂપી શ૦એ માયા શલ્યનું સ્વરૂપ ધારણ કર્યું.
ગુરુણીજીને પૂછયું કે જે કઈ કામવાસના સંબંધે આવું ચિંતવન કરે તો પ્રાયશ્ચિત શું આવે? પ્રાયશ્ચિત જાણ્યા બાદ લમણા આર્યાએ તે રીતે પ્રાયશ્ચિત ચુકવવા બાહ્ય તપના આરંભ કર્યો. ૦ દશ વર્ષ પર્યત વિગઈ રહિત પણે છઠ્ઠ, અઠ્ઠમ,
ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ 0 બે વર્ષ પર્યન્ત ઉપવાસ તપ. 0 બે વર્ષ ભેજન વડે પણ વિગઈ રહિત. ૦ સેળ વર્ષ માસક્ષમણ તપ. ૦ વીસ વર્ષ સુધી આયંબિલ તપ.
આ રીતે કુલ પચાસ વર્ષીય તપ કર્યો પણ માયા શ૦ યુક્ત હોવાથી નિષ્ફળ ગયો.
પાંચમાં અણુવ્રત સંબંધે નવમાંથી એક પણ પરિગ્રહને નિયમ ભાંગે તે જઘન્યથી પુરિમઢ.
મૂળ ગુણની માફક ઉત્તગુણ રૂપ સાત વ્રતોમાં પણ આજ રીતે પ્રાયશ્ચિતને અધિકાર છે. જે ઉપદેશ પ્રાસાદમાં શ્રી લક્ષ્મી સૂરિજી મહારાજે સંગ્રહિત કર્યો છે. - શ્રાવક આ રીતે દેષ નિવારણ માટે આલોચનાદિક પ્રાયશ્ચિત કરી શુદ્ધ થઈને પાપ છેદન પ્રક્રિયામાં કમશ: આગળ વધતે મેક્ષ માર્ગને સાધક બને. એ જ અત્યંતર તપના પ્રથમ ચરણની સાર્થક્તા–