________________
પાપ છેદન પ્રક્રિયા
(૪) અનાચાર – સર્વથા વ્રત ભાંગે તે અનાચાર.
શ્રાવકના પ્રથમત્રત સંબધિ પ્રાયશ્ચિતમાં તપને જણાવતા લખ્યું કે- દા.ત. માત્ર પાણીને ગાળે નહીં અને સ્નાન માં ઉપયોગ કરે તે અથવા ગરમ કરે તે ત્રણ ઉપવાસને તપ પ્રાયશ્ચિત માં આવે.
(મેની ગાક લેવા નીકળવાનું હોય અને લીલા ઘાસ પર બેસે અથવા ચાલે તો એક ઉપવાસ.
કદી આ ઝીણી ઝીણી વાત વિચારી છે તમે? કે તબીયત સુધરે અથવા ન પણ સુધરે બાકી એક એક ઉપવાસ તે રોજ માથે લાગી જ જાવાને.
એક ગોવાળે બાવળના કાંટામાં “જૂ” પરોવી મારી નાખેલી હતી. ઉપદેશ પ્રાસાદમાં તેની કથા વર્ણવતા લખ્યું છે કે પ્રાયશ્ચિત કર્યા વિના મૃત્યુ પામનાર તે ગોવાળને એકસો આઠ ભવ સુડીએ ચડીને મરવાને વારે આવ્યું.
બીજા અણુવ્રત સંબધે પ્રાયશ્ચિત ને છે કે દા.ત. કોઈ શ્રાવક બીજાને શ્રાપ આપે “અલ્યા તારું નખ્ખોદ જાય” આટલું વાક્ય બોલે તે એક ઉપવાસનું પ્રાયશ્ચિત સમજી લેવાનું.
મરિચિના ભવનું ઉદાહરણમાં તે કેટલું પ્રસિદ્ધ છે. એક માત્ર અસત્ય વચનનું ઉચ્ચારણ કર્યા બાદ આલોચના ન કરી તે અનતે. સંસાર વધાર્યો કે જેની ગણના ભાવ ગણતરીમાં પણ શાસ્ત્રકારોએ ન કરી.
ત્રીજા વ્રત સંબંધિ પ્રાયશ્ચિત જણાવતા એક દષ્ટાન્ન આપ્યું કે દાણચોરી કરનારને જધન્યથી પુરીમરૂઢ તપ આવે.
ધવલ શ્રેષ્ઠી કે જે અદત્ત ગ્રહણ કરવામાં આસક્ત બનેલો અને રાજનું દાણ ચુકવ્યું ન હતું તેને તે તેજ ભવમાં સાતમે માળેથી પડી પોતાની છરીથી જ મૃત્યુ પામવાને વખત આવ્યો.
ચોથા વ્રત સંબંધે તદ્દન સામાન્ય ઢીંગલા ઢીંગલીને પરણાવવા જેવી બાળ ચેષ્ટાનું પણ એક પુરીમઢ જેટલું પ્રાયશ્ચિત કહ્યું.
લક્ષમણે આર્યા એટલે આજથી એંસી ચોવીશી પૂર્વેનું આ પાત્ર; એંશી ચોવીશીમાં ચાલીશ કાલચક્ર પુરા થઈ જાય.
ઉત્કૃષ્ટ સંયમ પાલન કરી રહેલા હતા લક્ષમણ સાદવજી. ચાતર્માસમાં સૂર્યની આતાપના લેતા લેતા તેની નજર અચાનક પડી કામ ક્રીડા કરી રહેલાં ચકલા-કલી યુગલ પર, મનમાં કામ વિકારોનો ઉદ્દભવ થયે. અરે રે ! પ્રભુએ આની છૂટ કેમ નહીં આપી હોય ?