________________
૧૬૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ(૩) તદુભય પ્રાયશ્ચિત :- જે પાપ સેવ્યુ હોય તે ગુરુ સમક્ષ પ્રગટ કરવું અને ગુરુદેવની આજ્ઞાપૂર્વક પ્રતિક્રમણ કરી મિથ્યા દુષ્કત દેવું. તે આલોચના અને પ્રતિક્રમણ બન્ને હોવાથી તદુભય કે મિશ્ર પ્રાયશ્ચિત કહેવાય.
(૪) વિવેક પ્રાયશ્ચિત – અકલ્પનીય આહાર વગેરે ગ્રહણ થયા પછી સદેષ છે તે ખ્યાલ આવે ત્યારે ત્યાગ કરવો તે વિવેક પ્રાયશ્ચિત.
શ્રાવકના પક્ષે સમજાવવા માટે કહીએ તો કોઈ શ્રાવકે ફાગણ ચાતુર્માસ બાદ નકકી કર્યું કે મે અભક્ષ્ય છે માટે હવે કાતીક પૂણમા સુધી ત્યાગ કરે.
જ્યારે જમવા બેસે ત્યારે જુએ છે કે ભજનમાં પેંડા–બરફી વગેરે મીઠાઈમાં ઉપરથી પસ્તા બદામ આદિ મે છાંટેલો છે. તે ત્યાં વિવેક પ્રાયશ્ચિત મુજબ શુદ્ધિકરણ માટે શ્રાવક ઉપરથી મેવાને કાઢીને અલગ કરી દે, પછી બિલકુલ મેવા રહિત થઈ ગયેલ પેંડા-બરફી વગેરે વાપરે. - (૫) વ્યુત્સગ પ્રાયશ્ચિત – વ્યુત્સર્ગ એટલે એકાગ્રતાપૂર્વક કાયા અને વચનના વ્યાપારને નિરોધ કરવું તે.
જે પ્રાયશ્ચિત સામાન્યથી ભોજન, લઘુનીતિ, વડીનીતિ સંબંધે હોય છે. જેમકે તમે પૌષધ કર્યો છે અને માત્ર જવાનું થયું તે તમારે આવીને ઇરિયાવહી પ્રતિક્રમણ કરતા પચીસ શ્વાસોચ્છવાસ પ્રમાણુ [એક લોગસ્સ કાર્યોત્સર્ગ કરવું જરૂરી છે તેને વ્યુત્સગ પ્રાયશ્ચિત કહ્યું. - (૬) તપ પ્રાયશ્ચિત – બાહ્ય તપ વડે ગ્રતાદિમાં લાગેલા દેષની શુદ્ધિ કરવી તે તપ પ્રાયશ્ચિત.
વ્રતાદિમાં લાગેલા દોષને આશ્રીને પ્રાયશ્ચિતની વાત શ્રાવકોએ ખાસ સમજવા જેવી છે, કેમકે જે રીતે થર્મોમીટર વડે તાવ માપીને તાવની એાછી વત્તી ડીગ્રી મુજબ દવા ગળી અપાય, તેવી રીતે થયેલ દેષની ડીગ્રી નકકી કરી પ્રાયશ્ચિત અપાય છે.
દેષના પ્રકાર ચાર છે :(૨) તત્રમ- વ્રત ભંગને ઈરાદે કે વિચારણા કરવી તે
અતિક્રમ દોષ. (૨) વ્યતિમ – વ્રત ભંગ માટે પ્રવૃત થાય તે. (૩) તિવાર – વ્રત ભંગ માટેની સામગ્રી એકઠી કરી લે અથવા
વ્રતભંગ માટે એક કદમ ઉઠાવી પણ લે તો અતિચાર કહેવાય.