________________
પાપ છેદન પ્રક્રિયા
જિનશાસનમાં પાપના પ્રતિકમણને અવશ્ય કર્તવ્ય ગણેલું છે. સાડી ત્રણસો ગાથાના સ્તવનમાં બીજી ઢાળની અઢારમી ગાથામાં જણાવ્યું છે. – મૂળ પદે પડિક્કમણું ભાડું, પાપ તણું અણુ કરવું રે, શક્તિ ભાવ તણે અભ્યાસે તે જસ અથે વરવું રે.
તેથી જ ઉભયકાલ પતિકમણ આવશ્યક કરવાનું ફરજિયાત કહ્યું. કાળભેદે પ્રાયશ્ચિત ત્રણ પ્રકારે કહ્યું છે. (૧) ભૂતકાળમાં લાગેલા દોષોની આલોચના. (૨) વર્તમાનમાં લાગતા દોષોથી સંવર દ્વારા બચવું. (૩) ભાવિમાં થનારા દોષોનું પ્રત્યાખ્યાન કરવું.
જેમ અઈમુત્તા મુનિએ માત્ર આઠ વર્ષની ઊંમરે દીક્ષા લીધી હતી. અન્ય સ્થવિર મુનિવર સાથે ઈંડિલ ભૂમિ ગયા હતા. શૌચાદિ કિયા કરી બહાર ઉભા હતા. ત્યાં પૂવે વરસાદ આવેલા હોવાથી પાણીના ખાબોચીયા ભરેલા હતા. બધાં બાળકો પોતાની નાવ તરાવતા હતા, તે જોઈ અઈમુત્તા મુનિ પણ પોતાનું પાત્ર તરાવવા લાગ્યા. બીજા મુનિને આવતા જોઈને બોલ્યા જુઓ જુઓ! મારી નાવ કેવી તરી રહી છે? ત્યારે સ્થવિર મુનિએ સમજાવ્યું કે આપણે આ રીતે વિરાધનાને દોષ લાગે.
અઈમુત્તા મુનિ જ્યારે ઈયિાવહી રૂપ પ્રતિક્રમણ કરી રહ્યા હતાં ત્યારે સૂત્રોચ્ચાર સમયે ઘણી વા મટ્ટી શબ્દ બોલતાં બોલતાં પ્રાયશ્ચિતની ધારાએ ચડ્યા. લાજ ઘણી મનમાંહી ઉપની, સમોસરણ મે આયા રે, ઈરિયાવહી પડિકમતે અઈમુત્તો, ધ્યાન શુકલ મન ભાયે રે, કેવળ જ્ઞાન તિહાં ઉપન્ય ધન ધન મુનિ અઈમુત્તો રે, શુદ્ધ અને ચારિત્ર પાળીને તે મુનિ મુગતે પહેતે રે
મુનિ પિતાના દોષની નિંદા-ગહ કરતા ભાવનાની વિશુદ્ધિ ચકી કર્મક્ષય કરી કેવળ જ્ઞાન પામ્યા. આ છે પ્રતિક્રમણ પ્રાયશ્ચિતની સાર્થકતા પાપ છેદન પ્રક્રિયાની ફળ સિદ્ધિ.
મિચ્છામિકકડમ” ખરે ભાવ જ પ્રતિકમણની સાથે ક્તા છે. જેમ મૃગાવતી અને ચંદન પાળા કેવળી થયા ત્યાં મિચ્છામિ દુક્કડમરૂપ પ્રતિક્રમણ એ જ પાયે હતો.