________________
૧૬૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ–ર
પ્રાયશ્ચિતના આ બધાં પ્રકારા દર્શાવ્યા તે બધાંના હેતુ તા ચિત્ત ના શુદ્ધિકરણના જ છે. પણ જેમ અલગ અલગ વસ્તુની સફાઈ કરવા માટે અલગ અગલ પદાર્થોના ઉપયોગ કરાય છે. તેમ જુદા જુદા દોષ માટે પ્રાયશ્ચિત પણ જુદી જુદી રીતે અપાય છે.
(૧) આલેાચના પ્રાયશ્ચિત :– ગુરૂ સમક્ષ નિખાલસ ભાવે પોતાના દોષ પ્રગટ કરવા તે આલાચના પ્રાયશ્ચિત, તેના ત્રણ તબક્કા છે. (૧) આત્મ નિન્દા એટલે કે પશ્ચાતાપ. (૨) અત નિરીક્ષણ યાને આલાચના. (૩) હ–ગુરૂ સાક્ષીએ અપરાધાને એકરાર કરવા.
કયારેક માહવશ વ્યક્તી કઈક ભૂલ કરી બેસે પણ પછી તેના મનમાં તે ભૂલ કે અપરાધ માટે દુઃખ થવા લાગે એટલે પશ્ચાતાપ કરે, અંતરનું નિરીક્ષણ કરે પછી ગુરુ મહારાજ પાસે જઇ પાતાની હૃદય વ્યથાને રજૂ કરે, ત્યારે ગુરૂ મહારાજ જે પ્રાયશ્ચિત આપે તે ગ્રહણ કરે. તે મુજબ ઉપવાસ-સ્વાધ્યાય આદિ તપ કરે.
કદાપિ આલાચના લેવા જતાં માર્ગોમાં જ આયુષ્ય પૂર્ણ થતાં મૃત્યુ પામે તા પણ તેને આરાધક જાણવા. કેમકે પ`ચમાંગ શ્રી
ભગવતી સૂત્રમાં કહ્યું છે કે—
आलाजणा परिणओ सम्म सौंपट्टिओ गुरुसगासे जइ अंतरात्रि काल करिज्ज जइ आराहओ तहवि
આલાયા પરિણત [આલાચના લેવાને તત્પર થયેલા ગુરુ પાસે જવાને સમ્યક્ પ્રકારે સંપ્રસ્થિત થયા હેાય એટલે કે માળે પડયા હાય તેવા મુનિ કદાપિ માર્ગમાં કાળ કરે તે પણ તે આરાધક ગણાય છે. કેમકે આવાચનાની ઈચ્છા તા જ્યારે મેાક્ષના સન્મુખ ભાવે પ્રબળ વીયના ઉલ્લાસ થાય ત્યારે જ થઈ શકે છે.
(૨) પ્રતિક્રમણ પ્રાયશ્ચિત : પાપથી પાછા ફરવુ અને ફરીથી પાપ ન કરવાના ઈરાદાથી મિથ્યાદુષ્કૃત આપવું તે પ્રતિક્રમણ પ્રાયશ્ચિત.
જે દોષોનું માત્ર પ્રતિક્રમણ કરવાથી જ છુટકારા મળે અથવા શુદ્ધ થઈ શકે તેને પ્રતિક્રમણ પ્રાયશ્ચિત કહે છે.