________________
પાપ છેદન પ્રક્રિયા
૧૬૫ આજ સાચું પ્રાયશ્ચિત. પ્રાયશ્ચિતનું સંસ્કૃત સંસ્કરણ છે. પાછિન્ન એટલે કે પાપ છેદન પ્રક્રિયા ટુંકમાં પ્રાયશ્ચિત એ પાપને દૂર કરનારી એકજાતની ક્રિયા છે. જે મન કે આમામાં રહેલા મલિન ભાવને દૂર કરે છે. - પિતા દ્વારા થયેલા અપરાધની કે દોષોની શુદ્ધિ પ્રાયશ્ચિત તપ દ્વારા થાય છે. પ્રાયશ્ચિતનું કારણ જણાવતા જ્ઞાની પુરુષો એ લખ્યું
अकुर्वन् विहित कर्म निन्दित च समाचरन्
प्रसक्तश्चेन्द्रियार्थेषु प्रायश्चित्तीयते नरः શાસ્ત્ર વિહિત કર્મો નહીં કરવાથી, નિન્દ્રિત કર્મોના આચરણથી અને ઈન્દ્રિયોના વિષયમાં આસક્ત થવાથી માણસ પ્રાયશ્ચિતને ભાગી બને છે.
પ્રાયશ્ચિતનો અર્થ અને આવશ્યક્તાની વિશેષ સ્પષ્ટતા કરવા માટે તેના દશ પ્રકારોને જણાવેલા છે –
दसविहे पायच्छिते पन्नते त' जहा-आलोयणारिहे १पडिक्कमणारेहे २ तदुभयारिहे ३ विवेगारिहे ४ विउसग्गारिहे ५ तवारिहे ६ छेदारिहे ७ मूलारिहे ८ अणवठ्ठप्पारिहे ९ पार चियारिहे १०
આજ પ્રકારોને તત્વાર્થ કાર ઉમા સ્વાતિ વાચકે અધ્યાયઃ નવના બાવીસમાં સૂત્રમાં ગુંથતા લખ્યું કે, બાવન પ્રતિમામ તકુમય विवेक व्युत्सर्ग तपश्छेद परिहारोपस्थापनानि
(૧) આલેચન (૨) પ્રતિકમણ (૩) તદુભય–તે બને (૪) વિવેક (૫) વ્યુત્સર્ગ (૬) તપ (૭) છેદ (૮) પરિહાર (૯) ઉપસ્થાપન.
શ્રી ભગવતી સૂત્રમાં દર્શાવેલા દશ ભેદ અને તત્વાર્થના નવ ભેદમાં પ્રથમ સાત તે સમાન જ છે. માત્ર પરિહાર અને ઉપસ્થાપના ને બદલે ત્યાં મૂળ–અનવસ્થાપ્ય અને પારાચિક એ ત્રણ પ્રકારો દર્શાવેલ છે.
નેધ – [ વર્તમાન કાલે છેલ્લા બે પ્રાયશ્ચિતને વિચ્છેદ છે. કેમ કે ચૌદ પૂર્વને વિચ્છેદ થતા તે બંને પ્રાયશ્ચિત પણ વિચ્છેદ પામે છે.]
વ્યવહારમાં તમારો એક અનુભવ હશે કે કેટલીક વસ્તુ પાણીથી સાફ થાય છે. કેટલીક વસ્તુ સાબુથી ધોવાય છે, કઈ વસ્તુ માટી કે રાખ ધસીને સાફ થાય છે અને કોઈ વસ્તુને શુદ્ધ કરવા તપાવવી પડે છે,