________________
૧૬૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
પ્રાયશ્ચિત તપ પાપના મળને ધોવા માટે અને આત્મા પર લાગેલા પાપના ઘાને સાફ કરવા માટે છે.
કુંડલાના થડમાં અરઠીલા નામે ગામ હતું ત્યાં સેનશ બાટી નામનો ચારણ રહેતા હતા. પાસે કાંકચ ગામમાં વેસૂર ગેલ નામે સોનરા બાટને સગો સાળો રહે. બને ચારણને ગરાસ પણ સારો હતું અને એક મેક પ્રત્યે હેત–પ્રીત પણ ખૂબ જ.
સનરા બાટીએ એક વખત વેસૂર ગેલવાને પોતાને ત્યાં ગોઠ કરવા બાલાવેલ હતે વેસૂરને ચાર વર્ષનો દીકરો પીઠાશ પણ સાથે આવવા તૈયાર થયે, તેને એમ કે હું પણ ફૂઈના ઘેર આવું તો ?
પીઠાશે સસલાને પણ સાથે લીધું. કેમકે તેના બાપને મન સસલો પણ બીજે દીકરે જ હતું. પીઠાશ તેને ભાઈ કહીને જ બેલાવે.
કેઈ બગીચામાં ગોઠ થતી હતી. સસલો કૃણ કૃણાં તરણું ચરતે ફરી રહ્યો હતો. પીઠાશ અને તેને બાપ વેસૂર ગેલો ક્યાંક આડાઅવળાં થઈ ગયેલા. સસલાને ફરતે જોઈને પીઠાશના ફુઆ સનરા બાટીના મેઢામાં તે પાણી છુટવા માંડયું. તેણે સસલાને પકડી લીધે. ત્યાં ને ત્યાં હલાલ કરીને મસાલાદાર શાક બનાવી નાખ્યું. બધાં ટેસથી જમ્યા.
જેવી સાંજ પડીને જુદા પડવાનું ટાણું થયું, ત્યારે ચાર વર્ષના પીઠાશને યાદ આવ્યું કે મારે સસલે કયાંય દેખાતા નથી. પીઠાશે પૂછ્યું વેસુર ગેલવાને, બાપુ ! ભાઈ ક્યાં? આજુબાજુ જુએ છે. સસલો દેખાતો નથી. સનરાબાટીએ પૂછયું કોને શું છે ? સુર ગેલો કહે અરે આ પીઠાશ સસલે લઈને આવે તેને
હે... અરે ભાઈ! સસલે તે તમારા પેટમાં પડી ગયે. પીઠાશ તે ભાઈ ભાઈ કરતે માંડયો રડવા. વેસુર ગેલ પણ ગળગળ થઈ ગયે. બોલચાલ વધી ગઈને સનરાબાટીએ ત્યાંને ત્યાં પીઠાશના બાપને મારી નાખે.
ઘેર જઈ ચારણ્યને વાત કરી, તારા ભાઈને મારીને આવ્યો છું. ચારણે સાંભળી લીધું, ત્યારે તે કંઈ બોલી નહીં પણ મનમાં ગાંઠ વાળીને બેસી રહી.