________________
(૫૨) તપ-પાયશ્ચિત
–પાપ છેદન પ્રક્રિયા
पायच्छित्त' विणओ वेयावच्च तहेव सज्झाओ
झाण' उसगी वि अ अन्मि'तरओ तो हाइ તપના બાર ભેદ શાસ્ત્રકાર મહર્ષિએ જણાવેલા છે. છ બાહ્ય-છ અત્યંતર તેમાં પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સજઝાય, ધ્યાન અને ઉત્સર્ગ એ છ અત્યંતર તપના ભેદ છે.
જેમાં માનસિક ક્રિયાની પ્રધાનતા હોય, મુખ્યપણે બાહ્ય દ્રવ્યની અપેક્ષા ન રાખતું હોય, બીજાઓ વડે જે પ્રત્યક્ષ પ્રમાણથી દેખી શકાય તેવું ન હોય તેને અત્યંતર તપ કહે છે. તેમાં મુખ્ય બે શબ્દ છે. આમ + અંતર અંતર પ્રતિ કે અંતર સન્મુખ જે તપ કરાય છે, અથવા તે આંતર શુદ્ધિ માટે જે તપનું પ્રયોજન છે તેને અત્યંતર તપ કહેવાય.
જે તપને પ્રથમ ભેદ છે પ્રાયશ્ચિત– ૦ પ્રાયશ્ચિત એટલે શું?
પાપ છેદન પ્રક્રિયા સામાન્ય અર્થમાં જે તપ પાપને છેદે અથવા ચિત્તને વિશુદ્ધ કરે તે પ્રાયશ્ચિત તપ કહેવાય. વિશેષ અર્થમાં કહીએ તે લીધેલા વ્રતમાં થયેલા પ્રમાદજનિત દેનું જેના વડે શોધન કરી શકાય તે પ્રાયશ્ચિત.
प्रायोनाम तपः प्रोक्त' चित्तं मानस मुच्यते
तपो मानस शुद्धार्थ प्रायश्चित्त मितीर्यते રાજ : તપને કહેવાય છે અને વિત્ત ને અર્થ માનસ થાય છે. તેથી માનસ [અન્તર] ની શુદ્ધિને માટે જે તપ કરાય છે તે જ પ્રાયશ્ચિત કહેવાય.
૧૧