________________
૧૬૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ કાચબે સ્થળચર અને જળચર બને પ્રકારનું પ્રાણી છે. કેટલાંક કાચબા પાણીમાં જ રહેતા હોય છે અને કેટલાંક જંગલના કાચબા હોય છે. પણ આ બંને જાતના કાચબાની એક મુખ્ય વિશેષતા છે કે કેઈપણ પ્રકારને ભય ઉત્પન્ન થાય ત્યારે અને સહજ સ્થિતિમાં પડ્યા હોય ત્યારે પોતાના બધાં પગે સંકેચીને બેસી જાય છે અથવા પડ્યા રહે છે.
ત્યારે દૂરથી કે નજીકથી માત્ર તેની ઢાલ દેખાય છે. ઢાલ સિવાય ને શરીરને કેઈપણ ભાગ ન દેખાય. અરે તેનું મેટું શુદ્ધા ઢાલ નીચે છુપાવી દીધેલું હાય. પછી તે ઢાલ ઉપર ગમે તે આક્રમણ આવે કે વાવાઝોડા પસાર થઈ જાય પણ કાચબો ત્યાં સ્થિર જ પડે છે. - સંલીનતામાં શરીરનું સંગાપન કે સંકેચ કરવાની વાત કરી તે આ કાચબાને આધારે જણાવી છે, તેમ માનશો તે પણ સંલીનતા તય સમજ સરળ બની જશે.
તમે તમારા મનને અને ઈદ્રિયને વિષય તથા કષાયમાંથી પાછું ખેંચી લે એટલે કે તે તરફની પ્રવૃત્તિને કાચબા પગ સંકેચે તેમ સંકેચી લે.
બસ પછી આપોઆપ અશુભ ગ નિવૃત્ત થઈ જશે. આશ્રવના દ્વારે બંધ થઈ જશે.
ભય કે આક્રમણ દૂર થતા જેમ કાચબો ગતિ કરે છે તેમ આશ્રવાદિ આક્રમણ દૂર થતાં નિર્જરાના માર્ગે ગતિ કરે તે તપના નિર્વા ચેય સફળ થવાનું જ છે.
પણ આ બધું બને ક્યારે? “શીખે કંઈક કાચબા પાસે પરિશીલનનું મનન મંથન કરે ત્યારે પરમ કૃપાળુ પરમાત્મા મુનિસુવ્રત સ્વામીના દર્શનાર્થે જ્યાં અને જ્યારે પધારો ત્યારે તેના લંછના સામે જરૂર જોજે, તેનું લંછન છે કાચબે.
મુનિ સુવત જિન વીસમાં કચ્છપનું લંછન
આ કાચબા પાસે દ્રવ્ય સંસીનતાની પ્રેરણા મેળવી ભાવ સંલીનતા તપ થકી બાહ્ય તપની ચરમસિમાને પામો તે જ શુભેચ્છા.