________________
શીખો કંઈક કાચબા પાસે
૧પ૯ દરગાએ જઈ સાહેબને વાત પૂગાડી દીધી. સાબ એક કાઠીયાવાડી કેદી છે તે આડા ભાંગવાની દવા જાણે છે. અંગ્રેજને અજાયબીને પાર ન રહ્યો, પણ ડુબતે માણસ તરણું ઝાલે તેમ તેણે ચાંપરાજવાળાને બેલા,
ચાંપરાજવાળો કહે મને એક તલવાર, એક ઘીને દીવ એક ધૂપ અને માળા ચાર વસ્તુ લઈ નદી કાંઠે જવા દ્યો.
ચાંપરાજવાળાએ જળાશયને કાંઠે જઈ નાહી ધેાઈ ધોતીયું પહેરી ઘી દીવ અને ધૂપ કર્યા. માળા લઈ પ્રભાતે સૂરજ સામે હાથ જોડયા. હે સૂરજદાદા! મારી પાસે કંઈ દવા નથી પણ જે આજ સુધી મનથી પણ મેં કદી પરનારીનો સંક૯૫ ન કર્યો હોય તે મઢમબેનનું આડું ભાંગીને તારા છોરુંની લાજ રાખજે, બાપ ! નીકર આ તલવાર પેટમાં પરોવીને મરી જઈશ.
આટલું બોલી પિતાની નાળી પેઈ. ધણનું પાણી દરેગા સાથે મઢમને કહ્યું. ચાંપરાજે ઉઘાડી તલવારે જાપ આદર્યો. એક-બે–ત્રણ માળા ફેરવી તે ભેગાં તે માણસે દોડતા આવ્યા. ચાંપરાજભાઈ મઢમને છુટકારો થઈ ગયે. રંગ છે તારી દવાને.
મઢમની વિનવણીથી ચાંપરાજવાળાની જનમટીપ રદ થઈ
આવો બહારવટીયે માણસ છતાં વિકારી વાસનાના ભાવથી મનને કેટલું પાછું વાળ્યું હશે. આ જ રીતે વચન અને કાયાના ગની સંલીનતા પણ થઈ શકે છે.
(૪) વિવિક્ત ચર્યા – સંલીનતા તપનું પરિશીલન ચાલે છે. તેમાં ઈદ્રિય સંલીનતા, કષાય સંલીનતા અને ગ સંલીનતા રૂપ ત્રણ ભેદ જોયાં તે તે શ્રાવકને બરાબર લાગુ પડી શકે છે.
પરંતુ આ વિવિકત ચર્યા રૂપ સંલીનતા તપ વિશેષે કરીને સાધુસાધ્વીને લાગુ પડે છે.
સ્ત્રી–નપુંસક–પશુ વગેરે ન હોય તેવા સ્થાનમાં રહેવું જેથી સાધનામાં વિક્ષેપ ન પડે.
સંલીનતા રૂપ તપની સાઘના માટે આ ચાર પ્રકારના ચરણો દર્શાવ્યા. છતાં દ્રવ્ય સંલીનતા સમજવા માટે આપણે સૌ પ્રથમ જોયા મુજબ કાચબાનું ઉદાહરણ અપાય છે.