SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨ કાચમાં અશુભ વિષયામાં પ્રવૃત્ત ઈન્દ્રિય કે મનને રોકીને શુભ પ્રવૃત્ત કરવુ. જર્મનીના એક મહાકવિ થઈ ગયા તેનું નામ “ગટે” “ફાઉસ્ટ” નામની તેની કૃતિ એ વિશ્વની એક મહાન કૃતિ ગણાય છે. આવા પ્રતિભા સંપન્ન કવિ, જેને મહાન બનતા પહેલા અનેક કડવી ટીકા સહન કરવી પડેલી. જ્યારે ગર્ટની સર્વ પ્રથમ કૃતિ બહાર પડી ત્યારે તેમને એમ કે વિવેચકો તેની કૃતિને વખાણશે. પણ થયું સાવ ઉલટુ — વિવેચકાએ કૃતિની પ્રશંસાને બદલે આકરી ટીકા કરી. આ “કૃતિ” સાહિત્યક કૃતિ જ ન કહેવાય એવા મત પ્રગટ થયા. આવી સતત ટીકા છતાં ગટે ચૂપ જ રહ્યા. ગટેના મિત્રાથી તે સહન થયુ નહી.. તેએ ગર્ટને કહે તમે શા માટે આ વિવેચકોને જડખાતેડ જવામ આપતા નથી. ગટે ખેલ્યા મારી કલમ ટીકાના સણસણતા જવાબ આપવા માટે નથી. ઉગ્ર ટીકા કરનારાઓની જીભ જ્યારે આપણને પીડા આપે ત્યારે પીડાને જ સાંત્વના માનવી જોઈએ, જેમ ભ્રમર કાઈ કુત્સિત ફૂલ ઉપર જઈ ને બેસ તેા નથી, તેમ કવિની કલમ પણ કુત્સિત ટીકાના વિવાદ કરવા માટે નથી. આ રીતે કવિ ગટે એ પેાતાની કલમની અશુભ પ્રવૃત્તિ સ`કેાચી તા મહાવિ બની ગયા. આપણને પણ હાથ-પગ મળ્યા છે તે ગમે તેમ ચલાવવા માટે નહી' પણ સંલીનતા માટે છે, संलीनस्य - संवृत्तस्य भावः संलीनता સલીન એટલે સંવૃત્ત-સંયમી પણાના જે ભાવ તે સલીનતા, ઈન્દ્રિય-કષાયા પર જય મેળવવા માટે શરીરનુ સંગેાપન કરીને રહેવું તે જ સ'લીનતા, (૧) ઈન્દ્રિયાને તેના વિષયમાંથી પાછી લાવવી તે ઇન્દ્રિય જય. (૨) ચાર કષાયાને ઉદયમાં આવતા રોકવા અથવા ઉદ્દયમાં આવેલા કષાયને નિષ્ફળ કરવા તે કષાય જય. (૩) અપ્રશસ્ત યાગના નિરોધ અને પ્રશસ્ત યાગની ઉદીરણા -અમલમાં લાવવાના પ્રયત્ન તે યાગ નિરાધ
SR No.009106
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy