________________
૧૫૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ ગુરૂ મહારાજ રાત્રિ એ જવા માટે અસકત હતા. તેથી નવ દીક્ષિત મુનિએ ગુરૂદેવને ખભે બેસાડયા, ત્યાંથી વિહાર કર્યો. અંધારી રાતમાં ઉચી નીચી ભૂમિમાં પણ પગ મૂકાતો હતો. પરિણામે ગુરૂ મહારાજે કોધિત થઈ તેના મસ્તક ઉપર દંડ માર્યો. નુતન મુનિના મસ્કતમાંથી લોહીની ધારા વહેવા લાગી વેદના પણ પારાવાર થતી હતી.
મનમાં લેશ માત્ર કોધ ન કરતા નુતન મુનિ પિતાને જ દેષ વિચારે છે. ધિક્કાર છે મને કે મેં આવા સ્વાધ્યાય સ્થિત ગુરૂને દુભવ્યા કયારે મુક્ત થઈશ આ અપરાધથી ?
દેહ દુખં મહાફલમ્ ત્યાં જ ભાવથી લેચ થઈ ગયે છે તેવા એ મુનિરાજ શુકલ ધ્યાનની ધાણાએ ચહ્રયા અને કેવળજ્ઞાન પામ્યા. જ્ઞાનના બળે સર્વત્ર પ્રકાશ થતાં સરળતાથી ચાલવા લાગ્યા. ગુરુ કહે આ સંસારમાં દંડ પ્રહાર જ સારૂપ છે. હવે કે સીધું ચાલે છે? શિષ્ય કહે બધે આપને જ પ્રતાપ છે. ગુરૂએ પૂછયું? વત્સ તને કંઈ જ્ઞાન તે નથી થયું ને? શિષ્ય કહે આપની કૃપાથી તે પણ થઈ ગયું છે.
પશ્ચાતાપ કરતા ગુરૂ મહારાજે કેવલીની પાસે અપરાધ ક્ષમાપના કરતાં તેઓ પણ ભાવ વડે લુચિત થઈ વિશુદ્ધ ધ્યાને કેવળી બન્યા.
(૪) જેઓ દ્રવ્યથી લેચ કરે છે પણ ભાવથી લોચ કરતા નથી.
તમારી ગણના શેમાં કરવાની? અતિચારમાં બોલે છે કાયકલેશ તે લેચાદિક કષ્ટ સહન કર્યા નહીં. આદિની વાત તો બાજુએ રહી લેચ રૂપ કષ્ટ સહન કરો છો ? અરે ! ખબર પણ છે કે લગ્ન કરાવવા જોઈએ શ્રાવકે ? છતાં ટીકા કરે છે કે ફલાણુ મહારાજ લીચ કરાવતા
નથી.
દ્રવ્ય લોચ કરાવે તો પણ સાધુપણાનું મહત્વ સમજાશે. આદિ શબ્દથી કાઉસ્સગ્ન વખતે ડાંસ મચ્છરના પરિષહમાં સ્થિર રહેવું, ધર્મકિયા વખતે સમતા રાખવી વગેરે દેહ દુખં મહાફલમ્ સમજી કાચકલેશ તપ કરો અને મોક્ષપથે ગતિ કરો એજ પ્રાર્થના.