________________
--
-
-
-
-
-
-
----
દેહ દુખં મહાફલમ
૧૪૯ કષાયમાં ક્રોધ-માન-માયા-લેભ ચારનો સમાવેશ થાય છે. ક્રોધ કરતાં માન ખરાબ છે, માન કરતા માયા ખરાબ છે. લેભ તો સૌથી ખરાબ છે. કેમ- ચૌદ ગુણસ્થાનકમાં સર્વ પ્રથમ ક્રોધ જાય છે અને લોભ છેલ્લે એટલે કે દશમ ગુણસ્થાનકે જાય છે.
ચારે પ્રકારના કષાયને ત્યાગ કર અર્થાત્ તેના ઉપર જય મેળવવા પ્રયત્નશીલ બનવું તેને ભાવ લોચ કહ્યો.
આ રીતે ભાવ લોચના નવ પ્રકાર ગણાવ્યા. પાંચ ઈન્દ્રિયોને જય અને ચાર કષાયને જય. દશમો દ્રવ્ય લોચ તે કેશ લેચ.
દ્રવ્ય અને ભાવ લાચની ચતુર્ભગીને સમજાવતા શાસ્ત્રકાર મહારાજા જણાવે છે કે.
(૧) કેઈ પ્રથમ ભાવ લોચ કરે. પછી દ્રવ્ય લોચ કરે, જેમ ભરત ચક્રવતી, વલ્કલચિરિ વગેરે દષ્ટાંતો સુપ્રસિદ્ધ છે.
(૨) કઈ પ્રથમ ભાવ કેચ કરે પછી દ્રવ્ય લોચ કરતાં નથી. જેમ મરદેવા માતા ઋષભદેવના દર્શનાર્થે ગયેલા હતા ત્યાં સમવસરણ આદિ પ્રભુની રિદ્ધિ સિદ્ધિ જોઈને ભાવના ભાવતા ભાવતા કેવળજ્ઞાન પામ્યા અને ત્યાં હાથીની અંબાડી ઉપર બેઠા બેઠા જ મરુદેવા માતા મોક્ષે ગયા એટલે તેઓએ દ્રવ્ય લોચ કર્યો નહીં.
(૩) કોઈ પ્રથમ દ્રવ્ય લોચ કરી પછી ભાવ લોચ કરે.
મહાપુરી ઉજજયિનીમાં ચંડરુદ્રાચાર્ય એક વખત પધારેલા હતા. એક દિવસ એક નવ પરિણીત વણિક યુવક પોતાના મિત્રોથી પરિવૃત્ત થઈને આવ્યા. આચાર્ય મહારાજને વંદન કરીને હાસ્ય મજાકથી બોલ્યા કે હે સ્વામિજી આપ અમારા આ નવ પરિણીત મિત્રને શિષ્ય કરે ત્યારે ગુરુ મહારાજ મૌન રહ્યા.
આ રીતે બે-ત્રણ વખત મજાક કરતાં ચંડરુદ્રાચાર્યને કોઈ ચડે એટલે બળપૂર્વક તેણે તે નવપરિણીત યુવાનને પોતાના કે પગ વચ્ચે દાબી દીધું અને તેના વાળને લાચ કરી નાખે. હસવામાંથી ખસવું થઈ ગયું. બાકીના મિત્રો તે આ સ્થિતિ જોઈને ભાગ્યા.
પણ જેને દ્રવ્ય લોચ થયેલ હતા તે યુવાન બેલ્યો ભગવન! હવે આપણે અહીંથી જલદી બીજે સ્થાને ચાલ્યા જઈએ નહીં તે મારા-માતા-પિતા તથા સ્વર પક્ષ તરફથી ઉપદ્રવ થશે.