________________
૧૪૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
ભ્રમરો પણ કમળની સુગંધથી લેલુપ બની તેના પર આકર્ષાય છે પણ કમળ બીડાઈ જતા કેદ થયેલે ભ્રમર સદાને માટે પોતાના આયુષ્યને કેદ કરતે જાય છે.
માટે હે જીવ! સુગંધ કે દુર્ગધ ગમે તે ધ્રાણેન્દ્રિય પાસે આવે તું સમભાવમાંજ રહેજે એ રીતે પ્રાણ ઈન્દ્રિયના વિષયમાં રાગદ્વેષ ન કરવો તે ત્રીજો ભાવ લોચ.
(૪) ચક્ષુ ઈન્દ્રિય-રંગ પાંચ ગણ્યા છે. ધોળ, કાળ, લાલ, પીળા, નીલે. ચક્ષુ વડે જેવા દ્વારા સુંદર આકાર કે સ્વરૂપવાન પણને જોઈને પ્રીતિ પામવી કે વિરૂપ આકાર જોઈ અપ્રીતિ થવી તે ચક્ષુરિન્દ્રિયને વિષય છે.
તમે એને વિકાર ઉત્તેજક રૂપ ન આપો પણ ભવ્ય જિનાલય અને જિનબિંબના દર્શન કરાવો. જેવાની રીતને બદલવી પડશે કેમકે પતંગીયાને દીવ જઈને જે ઉમીએ ઉકળે છે તે તેના શરીરને કુદવા પ્રેરણા આપે છે પણ આંખને ગમતે વિષય જીવને ગમતું નથી એટલે શરીરને બળતું છોડી પતંગીયાને જીવ ચાલ્યા જાય છે.
માટે હે જીવ! ચક્ષુરિન્દ્રિયના વિષયમાં રાગ દ્વેષ રહિત પણને ધારણ કરે તે ચોથો ભાવ લાચ સમજ.
(૫) શ્રોત્ર ઇન્દ્રિય-શબ્દો ત્રણ પ્રકારે છે સચિત્ત અચિત્ત મિશ્ર જીવંત પ્રાણીઓને શબ્દ તે સચિત્ત. જડ પદાર્થોના ઘર્ષણથી થતો વનિ તે અચિત્ત શબ્દ બંનેના મિશ્રણથી ઉત્પન્ન થતા તે મિશ્ર શબ્દ.
શ્રવણે ઇન્દ્રિયને તે પ્રિય શબ્દ જોઈએ છે સુમધુર શબ્દો કે સંગીત કર્ણપટ પર અથડાય તે મન ડોલી ઉઠે છે. પણ ગધેડાને ભુકતા સાંભળી તીવ્ર અપ્રીતિ થાય છે. ત્યારે મનને સમજાવો કે જેમ હરણે કાનના વિષયમાં ડૂબી જાય ત્યારે સંગીતની સુરાવલી સાથે પારધીનું છૂટેલું બાણ પણ તેને જાન લઈને જાય છે. માટે હવે શબ્દના પ્રિય-અપ્રિયપણામાં હું લીન ન બનતા નિલેપ રહીશ તેમ નિશ્ચય કરો. તે પાંચમે ભાવ લાચ.
આ પાંચ પ્રકારે ઈન્દ્રિયના વિષય ઉપર જય મેળવવો તે પાંચ ભાવ લેચ કહ્યા. આવી રીતે બીજા ચાર પ્રકારના ભાવ લેચમાં કષાય ત્યાગને જણાવે છે.