SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ દેહ દુખ' મહાલમ ૧૪૭ પ્રશમરતિમાં શ્લાક ૧૨૩ માં વાચકવરે ઉમાસ્વાતિજી મહારાજા પણ ઇન્દ્રિયાને જીતવાની શ્રેષ્ઠતા દર્શાવતા આ Àાક રજૂ કરી જણાવ છે કે ઇન્દ્રિયાના જય કરવા જોઈએ. પણ ઇન્દ્રિય જય દ્વારા ભાવ લોચ કઈરીતે ? તે આપણે સમજવાનું છે. (૧)પશ ઇન્દ્રિયને જડ અને ચેતન દ્રવ્યના સ્પર્શ તા થવાને. આઠ પ્રકારના સ્પર્શ જણાવેલા છે, હલકો ભારે, સ્નીગ્ધ રૂક્ષ, શીતઉષ્ણુ, કામળ–મૂખચડા, તમને કેમળ શાના સ્પર્શે મનમાં તિ ઉપજાવે છે જ્યારે ખરબચડા પથ્થરના સ્પર્શ અતિ ઉપજાવે છે ત્યારે વિચાર કરવા કે હૈ જીવ ! હાથી માત્ર હાથણીના સ્પર્શની ઇચ્છાથી દાડે છે. ત્યારે શિકારીએ વચ્ચે બનાવેલ ખાડામાં પડી જઈને પરાધીન અને છે. માટે સ્પર્શના વિષયમાં તુ આસક્તિ રાખીશ નહીં. . આ રીતે પ્રિય-અપ્રિય સ્પર્શ વખતે રાગી કે દ્વેષી ન ખનવું તે પહેલા ભાવલાચ. (ર) રસના ઇન્દ્રિય-શાસ્ત્રકારો પાંચ પ્રકારના રસાનુ વર્ણન કરે છે મીઠા, ખારી, ખાટા, તીખા, કડવા. તમને મીઠું' ભેાજન એટલે કે મીષ્ટઅન્ન જોઈ જીભમાં રસ છૂટવા લાગે અને કડવું કડીયાતું પીતા માંઢુ બગડીને વાંદરા જેવા થઇ જતુ. હાય તે। તે રસના વિષય જાણવા. તીખુ ખાતાં સીસકારા બેલે અને ખારાશ આવી જતાં થું થું થવા લાગેતેા સમજવું કે આ લુલીબાઇના લપલપાટ છે. ભેાજન તેા કરવુ... જ પડશે અને આહાર પાણી જીભ ઉપર થઇને જ જવાના ત્યારે તે પ્રિય-અપ્રિય વિષયમાં રાગ દ્વેષ ન થાય તે જાગૃતિ રાખવી જ પડશે. તે સમયે તમે એક જ વિચારણા કરો કે હે જીવ ! કેવળ રસના લાલચે માછલી ખાવાને માટે દાડે છે, પણ માછીમારે આંટાની નીચે છુપાયેલ કાંટા જોઈ શકતી નથી તેનું કેવું કરુણ પરિણામ આવે છે ? આંટા ખાવા જતાં કાંટા લાગી જાય છે ને રસના ઇન્દ્રિયની આસક્તિ તેને મૃત્યુ સુધી ઘસડી જાય છે. માટે રસનાના વિષયમાં તું આસક્ત ન ખન, તે ખીજો ભાવ લાચ (૩) પ્રાણ-ઇન્દ્રિય-પ્રાણ એટલે સુ ંધવુ' તે બે પ્રકારે એક સુગ’ધ બીજી દુર્ગંધ કયારેક પુષ્પ કે અત્તરની સુગંધ આવશે તે કયારેક વીષ્ણા કે તેથી પણ ખરામ દુ ધ આવશે. ત્યારે તમે વિચારો કે હે જીવ!
SR No.009106
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy