________________
૧૪૨
E
-
=
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ જાળવીને કવાયત કરવાનું ચાલું રાખ્યું. ન તેણે બંદુકને ફેકી કે ન તેણે કીડાને દૂર કર્યો.
કીડે ધીમે ધીમે તેના શરીર પણ ચઢતે ચઢતે ગૌચરના કાનમાં ઘુસવા લાગે. છતાં તે સૈનિકે કવાયત ચાલુ રાખી. છેવટે તે કીડાએ સૈનિકના દાનમાં ડંખ માર્યો. કીડાના અતિ ઝેરી ડંખથી ગોચરનું ક્ષણવારમાં મૃત્યુ થઈ ગયું. પણ તેણે શિસ્તપાલનમાં કોઈ જાતની શરત ચૂક ન કરી.
સરકાર અને લોકેએ મળી તેનું સ્મારક બનાવ્યું.
જે આ જન્મના દુશમને સામે લડાઈ લડી રહેલા એક સૈનિકે શિસ્તપાલન માટે જ કાયફલેશ સહન કરતાં અમર બની જાય તે પછી ભવભવના દુશ્મન એવા રાગ દ્વેષ જનીત કર્મો સામે લડવા માટે પણ સિદ્ધાન્તરૂપ શિસ્તપાલન પૂર્વક [શાસ્ત્રજ્ઞા મુજબ કાયક્લેશ સહન કરનારે આતમાં આ તપ થકી અમર બની જાય એટલે કે કેવળજ્ઞાન પામી સિદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી ૩-[ કદી મૃત્યુ નહીં પામનાર) બને તેમાં શી નવાઈ–એટલા માટે જ આજનું પરિશીલન છે–
દેહ દુખ મહાલમ્ દેહ એટલે શરીરને અપાતુ દુઃખ મહાફળને દેનારું છે. શરત એટલી કે આ દુઃખ આગમમાં કહેલી યુક્તિ મુજબનું હોવું જોઈએ. તે તે મહાફળ એટલે (પરંપરાએ) મોક્ષ અપાવનાર બને.
वीरासण उक्कुड आसणाईलेआइओ अ विन्नेओ
कायकिलेसो संसार वास निव्वेअ हेउत्ति. વીરાસન ઉત્કટાસન વગેરે તથા કેશ લોચ વગેરે કાયકલેશ સંસાર વાસે નિવેદ કરવાના હેતુભૂત જાણવા
કાયાને અપ્રમત્ત રાખવા માટે વીરાસન, ઉત્કટિકાસન, પદ્માસન ગદેહિક આસન વગેરે પ્રકારના આસને વડે તેમજ લેચ એટલે માથાના (દાઢીના) વાળ ખેંચીને કાઢવા વડે શરીરને જે કષ્ટ અથવા દુઃખ આપવામાં આવે છે તે કષ્ટ સંસાર પ્રત્યે નિવેદ એટલે કે સંસારમાંથી મુક્તિ અપાવવાના હેતુભૂત સમજવા.
જેમ અરિહંત પરમાત્મા દીક્ષા લઈને વિચરતા હોય ત્યારે જ્યાં સુધી તેઓને કેવળજ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી કદી જમીન