________________
દેહ દુખ મહાફલમ
૧૪૩
પર બેસતા કે સુતા નથી પરંતુ અપ્રમત્ત દશામાં વિચરણ કરતા રહે છે, અને આવા વિવિધ આસન વડે કાયલેશને સહન કરે છે. - શ્રી વીર પ્રભુ દીક્ષા ગ્રહણ કર્યા બાદ સાડાબાર વર્ષ અને પંદર દિવસ છદ્મસ્થાવસ્થામાં રહ્યા. આ સમય દરમિયાન કદી જમીન ઉપર પલાઠીવાળીને બેઠા નથી કે સૂતા નથી. મહાવીર પ્રભુએ એક મુહૂર્ત માત્ર ઉંઘ લીધી તે પણ ઉભા ઉભા જ.
છતાં કાચકલેશને સમજવા માટે શાસ્ત્રકારે મહત્વ તે કાયાને જ આપ્યું છે. કાયા અબ ચલ સંગ હમારે તોહે બહેત જતન કરી રાખી...
કાયા અબ ચલ સંગ હમારે જે કાયાના જતન માટે આજ પર્યત મહેનત કરી તે કદી સાથે તો આવી જ નથી. માટે અત્યારે જ કાયાને કટ આપવાનું શરૂ કરી દે. પણ કષ્ટ કેવું? જેમાં સંયમનું પાલન કે ઇન્દ્રિયના વિકારોનું દમન એ મુખ્ય પ્રજન હોય તેવું કષ્ટ આપે તેજ “દેહ દુખ મહાફલમ્” ઉક્તિ સાર્થક બનશે.
બાકી કમઠ વગેરેની જેમ પંચાગ્નિ તપ કરે, સૂર્ય સન્મુખ દષ્ટિ રાખી બેસવું, હાથ ઊંચા રાખી ઉભવું કે વૃક્ષની શાખા ઉપર પગ બાંધી લટકવું તે સર્વે આપ્ત આગમની યુક્તિ રહિત હોવાથી નિષ્ફળ છે.
શ્રી વીર પરમાત્માને સંગમદેવે ઉપસર્ગો કર્યા ત્યારે વિકલા જીવડા શરીરના એક ભાગમાં દાખલ થઈ બીજા ભાગમાંથી નીકળ્યા છતાં પ્રભુએ તે કષ્ટ અપ્રમત્ત ભાવે અને સમતા પૂર્વક સહન કરેલું હતું.
પ્રશ્ન – આ ઉદાહરણ તે પરિષહનું છે. તે શું કાયક્લેશ અને પરિષહ બંને સમાન છે?
સમાધાન તમારો પ્રશ્ન ખૂબ જ સાચો છે. આને પરિષહ જ કહેવાય. કેમ કે પરિષહ પિતાથી અને બીજાથી બંને પ્રકારે થાય જ્યારે કાયકલેશ માત્ર પોતે કરેલા કલેશના અનુભવરૂપ હોય છે.
આ ઉદાહરણ તે માત્ર સહન કેવી રીતે કરવું. તે વાત સ્પષ્ટ કરવા માટે જ પ્રસ્તુત કરેલ હતું.