________________
૧૪૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
કારણ કે માત્ર રસનાની લોલુપતાથી મંગુસૂરિજી મહારાજ કમશઃ રસગારવ, શાતાગારવ અને ઋદ્ધિ ગારવામાં ડૂબી સંયમને હારી ગયા અને સુંદરી વિગઈ ત્યાગના પ્રભાવે ચારિત્રના લક્ષથી મેક્ષે પહોંચી ગયા. તમે પણ એક જ સૂત્ર ગોખી રાખો
રેકે જીભની લાલસાને . પરિણામે કામવાસના, પ્રમાદ, નશે વગેરે વિકારને ઉપન્ન કરતી વિકૃતિ–વિગઈએ ત્યાગ કરી અથવા તો તેનું સેવન કમશઃ ઘટાડતા જઈ માનવભવને સાર્થક કરી શકે અને મહા વિગઈઓ– માંસ, મદિરા, મધ અને માખણ જેમાં માત્ર વિકૃતિ નહીં પણ પારાવાર હિંસા ભરેલી છે તે ચાર મકાર વિગઈઓને માર સમજી સ્પર્શ શુદ્ધા પણ ન કરશે.
ડાયોજિનિયસ નામે એક ફિલોસોફર થઈ ગયો તેની પાસે મુખ્ય ચિંતન હતું. Plain living and High thinking સાદું જીવન અને ઉચ્ચ વિચારો.
તદ્દન નિર્વ્યસની માણસ. તેની વિદ્વતાથી પ્રેરાઈને એક યુવક આવ્યો. તેણે ડાયેજિનિયસના ચરણે એક શરાબની બોટલ ભેટ ધરી. તેને તે ખબર ન હતી કે આ ફિલોસેફર શરાબ લેતા નથી. ડાયોજિનિયસે તે બોટલ ઢાળી નાંખી.
યુવાન ચકો અરે રે! આપ આ શું કરી રહ્યા છે ? ડાયેજિનિયસે સ્વસ્થતા પૂર્વક ઉત્તર આપ્યો કે જે શરાબ માનવજીવનના કિંમતિ સ્વાથ્યને નષ્ટ કરે છે. તેના કરતાં જમીન ઉપર ઢાળીને હું શરાબ નષ્ટ કરી દઉં છું તેમાં ખોટું શું છે?
તમે પણ રસત્યાગ તે વિગઈત્યાગ અર્થ સ્વીકારી માનવજીવનને ભ્રષ્ટ કસ્તી વિગઈઓને સર્વથા ત્યાગ કરે. વિકૃતિ કારક વિગઈને ઉપગ મંદ કરો અને રસત્યાગને ગૂઢાર્થ મુજબ સ્વાઢ કાબુ પ્રાપ્ત કરી રેકે જીભની લાલસાને એ એક માત્ર અભ્યર્થના