________________
૧૦૯
રેકે જીભની લાલસાને ચાલશેને? છગનભાઈ કહે “મુક કમંડલ” બસ એક કમંડલ દાળ વાપરી પાણી પી ઉભા.
કદાચ બીજા કેઈ જમણવારમાં માત્ર લાડવા અથવા માત્ર દુધપાક હોય તો પણ છગનભાઈ વાપરી શકતા. “કેટલો સ્વાદ કાબ હશે તેને?” તેમ તમે પણ રોકે જીભની લાલસાને.
ઉપવાસ-માસક્ષમણથી એકસે આઠ ઉપવાસ સુધી કરનાર વિદ્યમાન છે. પણ સ્વાદ પર કાબુ ધરાવી રસત્યાગરૂપ તપ કરનાર તે ખરેખર વિરલા જ હોય છે. ઉપવાસ સહેલો છે પણ ઈન્દ્રિય જય મુકેલ છે. તેથી જ રસત્યાગનું ફળ અધિક છે.
શ્રી ઋષભદેવ સ્વામીના પુત્રી સુંદરીએ ૬૦૦૦૦ વર્ષ સુધી આયંબિલના તપ દ્વારા સર્વથા વિગઈ ત્યાગ રૂપ તપ આદર્યો હતો. ભરત રાયે જબ પખંડ સાથે રે
સુંદરીએ પ માંડી આરા રે સાઠ હજાર વરસ ને સાર રે
આયંબિલ તપનો કીધે નિર્ધાર રે. આયંબિલ તપ થકી રસત્યાગ કરી કાયા શાષવી દીધી તે દીક્ષા લઈ મોક્ષને પામ્યા.
ભગવાનની ઓગણીસમી પાટે આવેલા શ્રી માનદેવસૂરિજીના નિરૂહાદિક ગુણાથી પ્રસન્ન થયેલી સરસ્વતિ તથા લકમીને તેના ખભા ઉપર જોઈ ગુરુ મહારાજને થયું કે કાંક આ કેઈક દિવસે ચારિત્રથી ભ્રષ્ટ થશે.
ગુરુદેવના ચિત્તને ખેદ જાણીને શ્રી માનવદેવ સૂરિજીએ રાગી શ્રાવકના ઘરની ગોચરી તથા સર્વ વિગઈઓને ત્યાગ કર્યો. આવા કઠોર રસત્યાગ તપના પ્રભાવે નડુલપુર (નાડોલ)માં પડ્યા-જયા-વિજયા અને અપરાજિતા ચારે દેવીઓ શ્રી માનદેવ સૂરિજીની સેવા કરવા લાગી.
તેથી રસનેન્દ્રિયને અતૃપ્ત રાખી. રસત્યાગ રૂપ તપ સર્વ આદરથી કરે. માત્ર એક રસનેન્દ્રિય અતૃપ્ત હશે તે બાકી સર્વે ઈનિદ્ર પિતપોતાના વિષયમાં નિવૃત્ત થઈ જશે અને રસના–ઈન્દ્રિય તૃપ્ત થશે તો બીજી સવે ઈન્દ્રિયે પિતાપિતાના વિષયમાં ઉસુક રહેવાથી અતૃપ્ત જ રહેશે.