________________
૧૩૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨ કરે તે વિકાર કરવાના સ્વભાવવાળી વિગઈ તેને બળાત્કારે દુગતિમાં લઈ જાય છે.
જેમ મંગુસૂરિ રસની લાલચે યક્ષ થયા
મૃતરૂપી જલના સાગરરૂપ મંગુ નામના એક આચાર્ય થઈ ગયા. તેઓ વિહાર કરતા કરતા એક વખત મથુરા નગરીમાં પધાર્યા. ત્યાં ઘણું જ ધનાઢય શ્રાવકો રહેતા હતા. તેઓ સાધુ મુનિરાજોની ખૂબ જ ભાવેલ્લાસ પૂર્વક ભક્તિ કરતા. તેઓએ આચાર્ય મહારાજ શ્રીજી પણ સુંદર મજાની વૈયાવચ્ચ-ભક્તિ કરી.
આચાર્ય મહારાજ પણ મથુરા નગરીમાં રહી અને પઠન પાઠન કરે છે. તેઓના સુંદર ઉપદેશ થકી શ્રાવકો પણ તેમના તરફ અધિક પ્રીતિ–ભક્તિવાળા થયા. મંગુસૂરિજી મહારાજની ઊંચી જીવન પદ્ધતિ અને વિશેષ કિયારુચિ જોઈને મથુરા નગરીના શ્રાવકને થયું કે આમને જે વિશેષે આહારદિકનું દાન કરીશું તો આપણે પણ ભવસાગરનો પાર પામી જઈશું.
આવી વિચારણા કરતા શ્રાવકે ધીરેધીરે મિષ્ટ અને સ-રસ આહાર વિહરાવવા લાગ્યા. આચાર્ય મહારાજ પણ રસલુપ બની ગયા. દિવસે દિવસે તેમનામાં એક પ્રકારને અહંકાર ઉત્પન્ન થવા લાગ્યો કે અહો મને શ્રાવકે કે સ–સ આહાર વહોરાવે છે. તેમ કરતા કરતાં મંગુસૂરિજી રસ ગારવામાં ડૂબી ગયા. - આચાર્યશ્રીને સ્નિગ્ધ અને મધુર આહાર વિશે લાલસા વધવા લાગી. અધિક સુખ મળતા રસ ગારવ સાથે સાતા ગારવ પણ ઉત્પન્ન થ, અને પ્રાપ્ત થયેલી ઋદ્ધિના ગૌરવથી મિથ્યાભિમાન થયા. રસની લેલુપતાથી અનુક્રમે તેઓ મૃત્યુ પામી તે જ નગરની ખાઈ પાસે આવેલા યક્ષમંદિરમાં અધિષ્ઠાયક વ્યંતરપણે ઉત્પન્ન થયા. એક રસની લાલસા તેને રસ–સાતા–દ્ધિ ત્રણે ગારવમાં ઘસડી ગઈ. વૈમાનિક દેવપણાના આયુને બદલે વ્યંતરપણાને પામ્યા માટે જ કહ્યું કે રસ ત્યાગ તપ કરે. અને–
રોકે જીભની લાલસાને મંગુસૂરિજી મહારાજાને રસવાળા પદાર્થોનું ભજન કરતા– વિકારના સ્વભાવવાળી વિગઈ દુગતિમાં લઈ જનારી બની.