________________
રોકે જીભની લાલસાને
જૈન ફિલસાફી તમને આ દૃષ્ટાન્ત કરતાં યે આગળ લઈ જાય છે. રસત્યાગ કેને કહેવાય તે જણાવવા પાઠ આપી દીધો.
તિજોવા, હુણ વા, સાણ વા, વિષે વા,
महुरे वा, लवणे वा, रागेण वा, दोसेण वा, કડવું, કે તીખું, ખારું કે ખાટું, મીઠું કે તુરું, કેઈપણ પ્રકારને સ્વાદ હોય તો પણ રાગ કે દ્વેષ કર્યા વિના તેને ગ્રહણ કરવું તેનું નામ સ્વાદ કાબુ.
મિષ્ટાન્ન સાથે ફરસાણ પણે જોઈએ અને ફરસાણ હોય તે અથાણ વગર ચાલે જ નહીં તેવી કોઈ વાત આ તપમાં ચાલશે નહીં, જે વસ્તુ જે સ્વરૂપે હાચ તે સહેજ પણ ગ્લાની રહિત પણે તેવી ને તેવી જ વાપરવી તેનું નામ સત્યાગ. દૂધપાકને કટોરે પી શકતા હો તેવી સહેલાઈથી જ કળીયાતું પણ પી શકે અને સાકરના પાણીની જેમ મીઠાનું પાણી આવી જાય તે પણ પી શકે તેનું નામ “રસત્યાગ તપ.”
રસત્યાગનો અર્થ ત્યાગ ન કરતાં રસવૃત્તિનો ત્યાગ કર્યો. રસના પર તમે કાબુ મેળવે. રેકે જીભની લાલસાને, કેમકે માછલી કેવળ રસનેન્દ્રિયની લાલસાથી ખાવા દેડે છે. પરંતુ માછીમારની ગલમાં સપડાઈને હંમેશને માટે પોતાનું જીવન ગુમાવી બેસે છે.
રસત્યાગને અર્થ કદાચ “રસને ત્યાગ” એ પ્રમાણે જ કરો હોય તે ત્યાં રસ એટલે વિકૃતિ [ વિગઈ] એ અર્થ લે.
શરીરની ધાતુઓને વિશેષ પુષ્ટ કરે તે રસ કહેવાય. તે રસનું સેવન મન-વચન-કાયામાં વિકૃતિ લાવે છે, માટે તેને વિકૃતિના સૂચક નામથી ઓળખાવાય છે. તે રસેને ત્યાગ કરવો તેને પણ રસત્યાગ તપ કહ્યો.
विगई विगई भीओ विगइ गयं जो उ भुजए साहू
विगई विगइ सहावा विगई विगई बला नेइ વિગતિ એટલે દુગતિથી ભય પામેલે સાધુ, વિકૃતિ કરનારવિગતિમાં ગમન કરાવનાર, વિગઈ [રસવાળા પદાર્થોનું ] જે ભોજન