________________
વા અને લણો - ખીર તે થોડી જ વહોરવેલી પણ ભાવની ઉત્કૃષ્ટતાથી કેટલી સંપત્તિ પામ્યો. અરે પામ્યો એટલું જ નહીં પણ ત્યાગના સંસ્કારવાળે તે આત્મા બધીજ સંપત્તિ છોડી દઈને દીક્ષા લઈ, ગો પાંચમા દેવલોકમાં અને પછી મોક્ષને પણ પામનારો થશે.
આ બધે પ્રભાવ કોને ? “મુનિદાનनायागयाणं कप्पणिज्जायं अण्णं पाणाइ दवाणं पराए भत्तीए अप्पाणुग्गह बुद्धिए सजयाणं अतिहि संवाभागो मुक्खफलो
ન્યાયથી ઉપાર્જન કરેલ અને કલ્પનીય એવા અન્નપાણી વગેરે દ્રવ્યો ઉત્કૃષ્ટ ભક્તિથી આમાના અનુગ્રહ બુદ્ધિ વડે જે સંયમધારી સાધુને અતિથિ સંવિભાગ કરી આપ્યા હોય તે તે મેક્ષનું ફળ આપનારા થાય છે.
ધર્મમાં આ ફળ જ મહત્ત્વનું છે. અનંતર ફળ તે ભૌતિક સંપત્તિની પ્રાપ્તિ અને પરંપર ફળ શું?
શાશ્વત સંપત્તિ એટલે કે મેક્ષ વાવ અને લણે પરિશીલનને મહત્વપૂર્ણ અર્થ પણ એ જ છે. તમે જેવું વાવો તેવા ફળને પ્રાપ્ત કરશે. બાવળ વાવ્યા હોય તો કાંટા જ મળવાના પણ આંબે વાવ્યો હોય તો આંબો મળશે. - વળી ભાવ રૂપી ખાતર જેટલું નાખ્યું હશે તેટલું ફળ વધારે પ્રમાણમાં અને વધારે સારું મળશે.
એક મિનિટ માટે જરા ઊંધે વિચાર કરો કે કઈ દાન આપે જ નહીં, અને બધાં જ મનુષ્યો ધનને સંગ્રહ જ કરતા જાય. કશું આપવાનું વિચારે જ નહીં તે જગત ક્ષણવાર પણ ન ચાલે. એક વ્યક્તિ બીજી વ્યક્તિને કે અન્ય સંસ્થાને કે સમાજને કંઈકને કંઈક આપે છે. માટે જ આ સમગ્ર સમાજની વ્યવસ્થા સારી રીતે ચાલે છે, તેથી સમાજ વ્યવસ્થાને ટકાવી રાખવા માટે પણ દાનનું કર્તવ્ય અતિ આવશ્યક છે.
શાસ્ત્રકારે પ્રતિદિન ગણાવેલા છ કર્તવ્યમાં પણ દાનના કર્તવ્યને નિત્ય કર્તવ્ય ગણાવેલ છે. દાન વડે કંઈક આપવાના કે છોડવાના સંસ્કાર પિતાને તે પડે જ છે તદુપરાંત કુટુંબના સભ્યોમાં પણ ત્યાગના સંસ્કારો આગળ વધે છે.