________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ–ર આવા પ્રકારના છ અતિશયપૂર્વક પ્રભુ દાન આપે. પણ આપણે સમજવા જેવું એ છે કે જતા જતા પણ તે કંઈક છેડો–ત્યાગ કરે એ આદર્શ પુરો પાડીને પછી દ્રવ્ય થકી લોચ કરે છે.
જેન જગતનો સિદ્ધાંત એ જ છે વાવે અને લણે આપો અને પામે. દેનારે એકજ બુદ્ધિથી દાન આપે કે મારો કે પુણોદય કે મારી પાસે કઈ લેનારે પણ છે. દેનારો લેશમાત્ર પણ કંઈ પ્રાપ્તિની આશા રાખે નહીં.
કૃતપુણ્ય શેઠે પણ અંજલિ કરીને પ્રભુને પૂછ્યું, “હે પ્રભુ! ક્યા કર્મના ઉદયથી મને આ સંપત્તિ પ્રાપ્ત થઈ?
ભગવંત કહે દાનના પ્રભાવથી. - શ્રીપુરનગરમાં તુ એક નીર્ધન ગોવાળને પુત્ર હતું. ઘેર ઘેર ખીરના ભજન થતાં જોઈ તે પણ માતાની પાસે યાચના કરી કે હે મા મને ખીર આપ. ત્યારે રડતી એવી ગોવાલણને જોઈને દયા આવતા આસપાસની સ્ત્રીઓમાંથી કઈકે દુધ આપ્યું, કેઈકે ચોખા આપ્યા, કેઈકે સાકર આપી. એ રીતે ગોવાલણે ખીર બનાવી.
તે સમયે માસમણના પારણે કઈ એક મુનિ વહોરવા નીકળેલા તે ત્યાં પધાર્યા. મુનને જોઈને હૃદયના ઉલાસપૂર્વક તે ખીર વહોરાવી. તે મુનિ દાનના પ્રભાવથી તને આજે આટલી સંપત્તિ પ્રાપ્ત થઈ
આ બાળકનો ભાવ કેવો હશે ત્યારે ? રડી રડીને ખીર મેળવી છે. ઘરમાં ખાવાના ફાંફાં છે. છતાં જેવા મુનિને જોયા ત્યાં તરત ભાવવિભોર થઈ ગયા. એક જ ભાવ “દેવું શરીરના મેરેમમાં આપવાને જ ભાવ છે. મુનિ મહારાજ અમને કંઈક લાભ આપે. - તમે કહેતા નહીં પાછા કે આ દેવાની વાતમાંથી લાભ લેવાની વાત કયાંથી આવી?
બરાબર ખ્યાલ રાખજો સાધુ લાભ આપે જ–લે નહીં. શું બેલે ધર્મલાભ?. તમે કંઈ વહોરાવો કે ન વહોરા, પણ સાધુ તે ઘરમાં આવીને તમને ધર્મલાભ આપવાના જ. કૃતપુણ્યને પણ ધર્મલાભ મળે. પરિણામ કેટલું સુંદર આવ્યું. ગોવાળપુત્રમાંથી મૃત્યુ પામીને ધનેશ્વર સાથે વાહને પુત્ર કૃતપુણ્ય બન્યા. માટેજ લખ્યું કે
વાવે અને લણે