________________
વા અને લણે થાય કે કદાચ ઈદ્ર મહારાજા સેનિયાના તે ઢગલો ખડકી દે પણ આ બસે પચીસ ગાડાં ભરીને દાન દેવાય કઈ રીતે ? પર અતિશય કહું વરસિદાન, સીધમ ઈન્દ્ર સુગુણનિધાન
અવસર જાણ પ્રધાન દેય હાથ પર બેસે સુજાણ, થાકે નહીં પ્રભુ દેતા દાન
અતિશય પહેલો જાણું બીજે ઈન્દ્ર જે કહીયે ઈશાન, છડીદાર થઈ તિહાં એક ધ્યાન
શાશ્વત એહ વિધાન ચેસઠ ઇન્દ્ર વજીને જાણ, લેતા દેતા સુર વાર તે ઠાણું
અતિશય બીજો પ્રમાણુ પ્રભુ જે વરસીદાન આપે છે તેના છ અતિશય શાસ્ત્રમાં વર્ણવેલા છે.
(૧) પ્રભુ સવારથી સાંજ સુધી જે વરસીદાન આપે તે દાન દેવા માટે પ્રભુ એક વરસ સુધી અતુલ બલી જ હોય છે. છતાં સૌધર્મેન્દ્ર પોતાના આચાર મુજબ પ્રભુના બન્ને હાથમાં આ રીતે સતત શક્તિને સ્રોત વહાવે છે.
(૨) ઈશાનેન્દ્ર – અન્ય કેઈ સામાન્ય દેવ જે દાન લેવા આવે તે તેને રોકે છે. દૂર કરે છે.
(૩) બલીન્દ્ર – જે કઈ ચાચકને ભાગ્ય કરતાં ઓછું દાન પ્રાપ્ત થયું હોય તે બલીદ્ર તેના ભાગ્ય મુજબનું દાન કરવા માટે દાનને અધિકું બનાવે છે.
જે ભાગ્ય કરતાં અધિક દાન કોઈને મળી જાય તે ચમરેન્દ્ર તેને હિન–ઓછું કરીને ભાગ્ય પ્રમાણે સરખું કરી દે છે.
(૪) ભવનપતિ – નિકાયના અઢાર ઇદ્રો ભારતવાસી અને દાનના ઈચ્છાવાળા લોકોને જ્યાં ભગવંત દાન દેતા હોય ત્યાં લાવે છે.
(૫) વાણું વ્યંતર – અંતર દે-આ રીતે દાન લેવા આવેલા ભારતવાસીઓને પાછા તેમના પોત-પોતાના સ્થાને મુકી દે છે.
(૬) જયોતિષી – વિદ્યાધર આદિને દાન લેવા જવા માટેની જાણું કરે.