________________
-
૧૩૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨ ચટણી અથાણુ–પાપડ વગેરે પેટ માટે કે જીભ માટે? રવીશંકર મહારાજ વિશે સાંભળેલ છે કે ચૌદ વર્ષ સુધી તેઓએ માત્ર ખીચડી જ ખાઈને લોક સેવાના કાર્યો કર્યા હતા.
અરે આજે પણ સુરેન્દ્રનગર શહેરમાં એક દરબાર જૈન ધર્મ પાળે છે તે માત્ર એક જ દ્રવ્યનું આયંબિલ કરે છે નવે નવ દિવસ ઓળીમાં માત્ર એકજ દ્રવ્યથી ચલાવી લે છે.
તે તમે અથાણુ–પાપડ કે મુખવાસ વગર ન ચલાવી શકો?
જરૂર ચાલે, પણ ક્યારે? સંતોષી નર સદા સુખી ની ઉક્તિ તમારા જીવનમાં સાર્થક બની હોય તે. વૃત્તિ સંક્ષેપ તપને જીવન સાધ્ય બનાવી વૃત્તિને ઘટાડે કરી મર્યાદિત જરૂરીયાતથી જીવન જીવવા ટેવ વિકસાવો.
આ ટેવ વિકસાવવાને શ્રેષ્ઠ ઉપાય જણા ચૌદ નિયમ ધારણું. શ્રાવકના સાતમા વ્રત ગોપભેગ વિરમણ વ્રતને અંતર્ગત ભાગ
सचित्त दव्व विगइ, वाणह तंबोल वत्थ कुसमेसु
वाहण शयण विलेवण, बंभ दिशि न्हाण भत्तेसु સચિત્ત, દ્રવ્ય, વિગઈ, વાહ (પગરખાં) તલ, વસ્ત્ર, સુંઘવું વાહન, શયન, (બેસવું સુવું) વિલેપન, બ્રહ્મચર્ય, દિશા ગમન, સ્નાન ભજનાદિ આ ચૌદ નિયમ ધારતા શીખો.
ધીમે ધીમે તમે તમારી વૃત્તિ (જરૂરિયાત) ને ઘટાડવા પ્રયત્ન કરો. આપોઆપ વૃત્તિ સંક્ષેપ તપ ચાલુ થઈ જશે. વળી આ નિયમ માત્ર સવારથી સાંજ અને સાંજથી સવાર સુધીના છે, એટલે “જીવનભરનું બંધન થઈ જાય તે શું ?” એવા ભ્રામક ભયથી પીડાવાનું પણ નહી બને.
સવારે નકકી કર્યું કે સચિત્ત પાંચથી વધુ નહીં લઉં, દ્રવ્ય પંદરથી વધુ નહીં વાપરું તેલ વિગઈને આજે ઉપયોગ નહીં કરું તંબેલ એટલે કે મુખવાસને સર્વથા ત્યાગ કરીશ.
બસ એ રીતે રોજ વૃત્તિ સંક્ષેપ તપ યાત્રા શરૂ કરશે. આ યાત્રા જરૂર તમને દ્રવ્યથી ભાવ સુધીના ચારે પ્રકારના વૃત્તિ સંક્ષેપ સુધી લઈ જશે. એક દિવસ આ યાત્રા શાશ્વત સુખને અપાવી સંતેષી નર સદા સુખી. ઉક્તિને સાર્થક કરશે.