________________
સંતોષી નર સદા સુખી
૧૨૯
માતા
-
આ રીતે શ્રી વીરપરમાત્માએ પણ વૃત્તિ સંક્ષેપ રૂ૫ તપ કરી પિતાનું તિન્નાણું તારયાણું વિશેષણ સાર્થક કર્યું હતું.
શ્રાવકને માટે તો વૃત્તિ સંક્ષેપ રૂપ તપ કઈ રીતે કરવો તે જણાવવા દ્રવ્ય સંખ્યાની ધારણ કરવાનું જણાવે છે. તમે એક દિવસમાં કેટલી વસ્તુ ખાવા-પીવાની જોઈશે તે નક્કી કરી લે. જેમકે આજે મારે માત્ર દશ વસ્તુ જ ખાવા-પીવાના ઉપયોગમાં લેવી.
પરમ ત્યાગી આચાર્ય શ્રીમદ વિજય વલ્લભસૂરીશ્વરજી મહારાજા ને જીવનભર માત્ર સાત દ્રવ્યજ લેવાનો નિયમ હતે.
તમે કદાચ વિચારશે કે સંતોષી નર સદા સુખી ની પરિશીલનમાં તે પૌરાણિક કથાનકેની જ વાત છે તે પણ સાધુ મહાત્માના ઉદાહરણેથી જ સભર–પણ ગૃહસ્થને આશ્રીને કોઈ વર્તમાનકાલીન પ્રસંગે જણ તે વૃત્તિ સંક્ષેપ તપની વાત સ્વીકાર્ય બને–
સંવત ૨૦૨૭ ની સાલમાં નવસારી નગરે પૂજ્ય આચાર્ય દેવેન્દ્ર સાગર સુરીશ્વરજી ઉપધાન કરાવે. વૃત્તિ સંક્ષેપ તપની મહત્તા ઉપવાસથી પણ અધિક છે તે વાત સમજાવેલી. ઉપધાનમાં બાબુભાઈ વીરચંદની પાંચ પુત્રી પણ જોડાયેલી.
બાબુભાઈ જેવા શ્રીમંત ગૃહસ્થ અને જેના ઘેર બે મીઠાઈ બે ફરસાણ તે રોજ હોય જ તેમની (ગ્રેજ્યુએટ–પષ્ટ ગ્રેજ્યુએટ) સુશીક્ષિત પુત્રીઓએ ઉપધાનના પ્રથમ દિવસથી જ અભિગ્રહ કર્યો કે અમારે પાંચ કરતાં વધારે દ્રવ્ય વાપરવા નહીં. પાંચમાંની ચાર બહેને અત્યારે અમારા સમુદાયમાં છે. તેઓનું તપ કરતાં પણ ત્યાગનું લક્ષ હજી આજે પણ એવું ને એવું જોવા મળે છે.
બાકી ઉપધાન જેવા તપ-શ્રીમંત ગૃહસ્થની ચિરંજીવીઓ, નિવિમાં માત્ર પાંચ દ્રવ્ય રૂપ વૃત્તિ સંક્ષેપ તપ કરે તે કંઈ જેવી તેવી વાત છે.?
આ વૃત્તિ સંક્ષેપ તપને સાવ સામાન્ય ભાષામાં રજૂ કરતા કહી શકાય કે રોટલી, દાળ, ભાત, શાક, ચાર વસ્તુથી જ ચલાવી શકે તે મજાથી ભોજન કરવા માટે વીસ-પચીશ વસ્તુઓની કઈ જરૂર ખરી? પછી ચટણીની ચટ ચટ, પાપડની પટ પટ અને અથાણાની તડખડ. શા માટે કરવી ?