________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ–ર
૧૨૮
સ્નેહથી કેશપાશને ઊ ંચા કરી ફરી બાંધી દીધા. ત્યાં શેઠાણીની શકા દૃઢ અની ગઈ.
ઈર્ષ્યાથી ધમધમતી મૂલા-શેઠાણીને સૌ પ્રથમ તા વસુમતીનો [ શેઠે જેને ચંદના નામ આપેલું છે] તેના કેશ કલાપ વેરણુ બન્યા. હાથે ઘાલી હાથકડી, પાયે લાઢાની મેડી મસ્તક મુડ્યા વેણીના કેશ હૈ। સ્વામી ભામણા રે જાવા સતગુરૂ રે—
ચંદન માળાનું માથું મુંડાવી દીધું. હાથમાં હાથકડી પહેરાવી દીધી. પગમાં લોઢાની બેડી નખાવી એક દૂરના ઓરડામાં પુરી કમાડ બંધ કરી દીધુ..
સતત ત્રણ દિવસ સુધી ચંદના વિશે પુછપરછ કરતાં કંઈ પત્તો ન મળવાથી શેઠ કેાપ અને શંકાથી આકુળ વ્યાકુળ થઈ ગયા. ત્યારે વૃદ્ધ દાસીએ ખરી હકીકત કહી સભળાવી. તે સાંભળી ધનાવહ શેઠ તરત દોડ્યા, તાળું તોડી દ્વાર ઉઘાડયુ. ત્રણ દિવસની ભુખી ચંદના માટે કંઈ જ ભેજનસામગ્રી ન મળતા સુપડાના ખૂણામાં પડેલા અડદના માકુડા ખાવા માટે આપ્યા.
આ સમયે ચંદના પણ વિચારે ચઢી કે અહે। આ જીવન પણ કેવું નાટક છે. કયાં હુ એક વખતની રાજકુમારી અને કયાં મારી આજની આ સ્થિતિ એવા ખ્યાલમાં તેની આંખેામાંથી અશ્રુપ્રવાહ ચાલુ થયા.
પણ મૂળ જૈન કુળના સંસ્કારોથી વાસીત જીવ છે. એટલે ઉબરે બેઠા બેઠા મનારથ કરે છે કે કોઈ અતિથિ આવે તો હું તેને કઈક આપીને પછી ભાજન કરું.
આ સમયે શ્રી વીરપ્રભુને આવતા જોઈ ને એક પગ ઉંબર બહાર રાખી વહેારાવવા તૈયાર થઈ. પ્રભુ પણ પેાતાના અભિગ્રહ પૂર્ણ થયા જાણી ભિક્ષા ગ્રહણ કરે છે. ત્યાં જ પાંચ દિવ્યા પ્રગટ થયા. હાથકડી અને એડી તુટી ગઇ; માથે સુંદર વાળ આવી ગયા. કાળક્રમે શ્રી વીર પરમાત્માને કેવળજ્ઞાન થયું. ત્યારે ચંદનખાળા પણ તેની પ્રથમ સાધ્વી બન્યા અને માક્ષે ગયા. ચ'દનબાળાએ અડદના બાકુડા પઢિલાલ્યા પ્રભુ તમને રે તેને સાહુણી સાચીરે કીધી શાશ્વત સુખને તે વરીરે