________________
સંતોષી નર સદા સુખી
૧૨૭ - વીર પરમાત્મા તે તદ્દભવ મેક્ષ ગામી જીવ છે. શાસનના શીરતાજ છે. ચાર જ્ઞાનના ધણી છે અને કમનિર્જરા થકી શાશ્વત સુખને પામવાને પરવાને જન્મથી મેળવીને આવેલા છે. કેમકે પૂવે ત્રીજા ભવે તીર્થકર નામ કમ નીકાચના કરી લીધી છે. છતાં તેઓ પણ ઘેર અભિગ્રહો ધારણ કરી વિચરણ કરે છે.
એ પિષ વદ એકમની સુવર્ણ પળે હતી જ્યારે શ્રી વીરપ્રભુ એ અભિગ્રહ કર્યો કે કઈ સતી અને સુંદર રાજકુમારી સ્ત્રી હોય, તે દાસીપણાને પામી હોય તેના પગમાં લોઢાની બેડી નાખેલી હોય. તેનું માથું મુંડેલું હોય, ત્રણ દિવસની ભૂખી હોય, રૂદન કરતી હોય, એક પગ ઉંબર ઉપર અને બીજો પગ ઉંબર બહાર રાખીને બેઠેલી હોય, ભિક્ષુકે આવી ગયા પછી સમય હોય ત્યારે આવી સ્ત્રી સુપડાના એક ખૂણામાં રહેલા અડદ જે મને વહોરાવે હું પારણું કરૂં.
આવા અભિગ્રહ સાથે પ્રતિદિન ભિક્ષા સમયે ઉચ્ચનીચ ઘરોમાં ગોચરી ફરી રહ્યા છે. એમ કરતાં પાંચ માસ અને પચીસ દિવસ પસાર થઈ ગયા ત્યારે ધનાવહ શેઠના ઘેર આવ્યા.
પ્રભુના અભિગ્રહમાં ચાર પ્રકારની વૃત્તિ સંક્ષેપ તપ સમાએલો છે. (૧) અડદના બાકુડા સુપડાના ખુણામાં હોવા તે દ્રવ્ય વૃત્તિ સંક્ષેપ. (૨) ભિક્ષુકે આવી ગયા પછી સમય તે કાળ વૃત્તિ સ ક્ષેપ. (૩) જે સ્થાનને નિર્દેશ કર્યો તે ક્ષેત્રવૃત્તિ સંક્ષેપ. (૪) રૂદન કરતી ભૂતપૂર્વ રાજકુમારી દાસીપણાને પામેલી માથે
મુંડન વગેરે ભાવ વૃત્તિ સંક્ષેપ. પ્રભુ આવ્યા ત્યારે દધિવાહન રાજાની ધારિણી નામક રાણની પુત્રી વસુમતી જેને ધનાવહ શેઠ પિતા તુલ્ય પ્રેમથી લાવ્યા હતાં. પુત્રીની જેમ પાલન પોષણ કરતા હતા તેના વડે અભિગ્રહ પુરો થયેલે.
શેઠની પત્ની મૂલા શેઠાણીએ જ્યારે આ સ્વરૂપવાન રાજકુમારીને પહેલ વહેલી નજરે નીહાળી ત્યારે જ ઈષ્ય જન્મી. રખેને શેઠ ક્યાંક આ કન્યાને પરણી બેસશે ? તેવામાં એક વખત પ્રસંગ બને. પિતૃ– ભક્તિથી શેઠના પગ ધોઈ રહેલી ચંદનાનો સુંદર કેશ પાશ છુટી જતાં તેની એક લટ જમીન પર પડી શેઠે પણ તેના પ્રત્યે પિતૃવત્