________________
૧૨૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
સંક્ષેપ તપ ક્યારે પુરો થશે તેને કેઈ નિયમ જ નથી. આજે પણ પૂર્ણ થાય અને છ મહિને પણ થાય. ક્યારેક અભિગ્રહ અપૂર્ણ પણ રહે.
જેમ પાંડેએ દીક્ષા લીધી પછી એક વખત વિહાર કરતાં કરતાં હસ્તીક૫ નગરે આવ્યા. ત્યાં તેઓ પરસ્પર પ્રીતિથી વાત કરતાં કહે છે કે હવે અહીંથી રેવતાચલ ગિરિ માત્ર બારજન દૂર છે. કાલે પ્રાતઃકાલે શ્રી નેમિનાથ પરમાતમાના દર્શન કરીને જ માસક્ષમણનું પારણું કરવું.
રસ્તે ચાલતા ખબર પડી કે શ્રી નેમિનાથ ભગવંત તે નિર્વાણ પામ્યા છે. તેઓને વૃત્તિ સંક્ષેપ તપ માટે અભિગ્રહ પૂર્ણ થવાની કેઈ શકયતા રહી નહીં. એટલે શાશ્વત તીર્થ એવા સિદ્ધાચલ ગિરિ પર જઈ અનશન કર્યું કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા.
ઉદયરત્ન કહે ત૫ થકીરે વાધ સુજસ અનુર સ્વગ હુએ ઘર આંગણે રે દુગતિ જાએ દુર
ભવિકજન તપ કરજે મન શુદ્ધ વૃત્તિ સંક્ષેપ તપની આરાધના કરતાં શ્રમણ ભગવંતે પણ અભિગ્રહ લઈ ભિક્ષાટન કરતા કરતા મનમાં એવું જ વિચારે કે અભિગ્રહ પરિપૂર્ણ થાઓ કે ન થાઓ પણ આહાર ગ્રહણમાં કદી પ્રીતિ રાખે નહીં. જેમ ઢંઢણકુમાર “સ્વલબ્ધિથી ભિક્ષા મળે તે જ લેવી” એવા અભિગ્રહ સહિત વિચરતા હતા. છેલ્લે મોદક મલ્યા ત્યારે પ્રભુને આહાર બતાવ્યો. પ્રભુ કહે આ કૃષ્ણ મહારાજાની લબ્ધિથી મળેલ છે તમારી લબ્ધિથી નહીં, તે તુરત જંગલમાં નિર્જીવભૂમિ શોધી પરઠવવા ચાલ્યા અને મોદકના ચુરો કરતા કરતા કર્મને ચુરે થઈ ગમે તે પામ્યા કેવળજ્ઞાન.
આહાર મળે ન મળે તે પણ સમતા ભાવે જ વિચરવું તેવી માનસિક સજજતા વાળા મુનિને મળે તે પણ સંતોષ અને ન મળે પણ તે પણ મન સંતુષ્ટ જ રહેતું હતું. તે શાશ્વત સુખને પામ્યાએટલે જ લખ્યું સંતોષી નર સદા સુખી. “સદા-સુખી” ને કે સુંદર અર્થ ઘટાવાઈ ગયો તેમના જીવનમાં કે સદાકાળને માટે સુખી થયા.