________________
સંતેષી નર સદા સુખી
૧૨૫
તે સાંભળી ક્ષેમર્ષિ મુનિ તેની પાસે ગયા. કૃણ નામક રાજાએ કાઈની દુકાનમાં બેઠા બેઠા જ ભાલા માંડામાં માર્યો અને ભાલામાં જેટલા માંડા આવ્યા તેટલા ક્ષેમર્ષિ મુનિની સામે ધર્યા.
ક્ષેમષિમુનિ કહે ભાગ્યશાળી જરા માંડા કેટલાં છે તે ગણીને કહેશે? કૃષ્ણ રાજાએ ઉત્તર વાળ્ય મહારાજ, તેમાં ગણવાનું શું કામ છે? તમારાં ભાગ્યમાં હશે તેટલા મળશે કંઈ ઓછા વધારે તે નહીં થઈ જાયને ? | મુનિરાજે તેને સમજાવ્યું કે “મારે એકવીસ માંડાને જ અભિગ્રહ છે વધારે કે ઓછાને નહીં” માટે તેને ગણતરી કરવાનું કહ્યું. રાજાએ માંડાની સંખ્યા ગણું તો બરાબર એકવીસ માંડા થયા. એટલે વિસ્મય પામેલા રાજાએ પૂછયું મહારાજ તમે તે મહાજ્ઞાની દેખાવ છો. તે કહો જોઈએ હવે મારું આયુષ્ય કેટલું બાકી રહ્યું છે?
ક્ષેમષિ મુનિએ જીવ જાણી પિતાના જ્ઞાનના ઉપગ વડે જણાવ્યું કે રાજન ! તારું આયુષ્ય માત્ર છ માસનું બાકી રહ્યું છે. અલ્પ આયુષ્યની વાત સાંભળી વૈરાગ્ય પામેલા રાજાએ દીક્ષા લીધી. કાળ કરીને સ્વર્ગ સંચર્યો.
ક્ષેમષિ મુનિએ પણ પિતાને અભિગ્રહ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવ ચારે પ્રકારે પૂર્ણ થયે જાણે ત્રણ માસ અને આઠ દિવસ પસાર થતાં પારણાને અવસર પ્રાપ્ત કર્યો.
આવા અનેકાનેક અભિગ્રહો ધારણ કરતા ક્ષેમષિ મુનિ વૃત્તિ સંક્ષેપ તપ થકી સદગતિને પામનારા થયા. જગતને એક ઉચ્ચ આદર્શ પુરો પાડી ગયા કે સંતોષી નર સદા સુખી.
અનશનને અર્થ ઉપવાસ પુરતો કદાચ મર્યાદિત સમજી લે, તે ઉપવાસ-છઠ્ઠ અઠ્ઠમ અથવા ઉણાદરી તપ કરતાં પણ આ તપ દુઃસાધ્ય છે અને અધિક ફલદાયી છે. કેમકે છઠ્ઠ અઠ્ઠમ વગેરે નિયત તપ છે. તે સર્વે તપશ્ચર્યામાં નિયત કાળ પૂર્ણ થયે પ્રત્યાખ્યાન પૂર્ણ થઈ જતું હોવાથી આહાર લઈ શકાય છે.
અરે ! ઉદરી તપમાં પણ નિયત આહાર તો કરી જ શકે છે જ્યારે અહીં અભિગ્રહને આશ્રીને તપને વિચાર કરો તે આ વૃત્તિ