________________
*
*
*
૧૨૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ–ર (૪) ભાવ વૃત્તિ સંક્ષેપ – વહોરાવનાર વ્યક્તિમાંથી કેઈપણ વ્યક્તિ હસતા હસતા ગોચરી વહેરાવે અથવા રડતા રડતા, આંખમાં આંસુ સાથે, ગાતા ગાતા કે આવા કોઈ પ્રકારના ભાવ સહિત ભિક્ષા આપવા માટે આવે [વહોરાવે તે જ મારે વસ્તુ ખપે અન્યથા ખપે નહીં. આવા પ્રકારને અભિગ્રહ ધારણ કરે તેને ભાવથી અભિગ્રહ કર્યો ગણાય છે.
ક્ષેમર્ષિ નામના મુનિની ઉપદેશ પ્રાસાદમાં તપ અંગેના વ્યાખ્યાનમાં એક સુંદર કથા વર્ણવાયેલ છે. તેમાં ક્ષેમર્ષિ ઋષિએ કરેલા વિવિધ પ્રકારના અભિગ્રહોનું વર્ણન આવે છે. વૃત્તિ સંક્ષેપ સમજવા માટે તેઓ એક સુંદર દષ્ટાન્તરૂપ છે.
મષિ મુનિએ એક વખત અભિગ્રહ કર્યો હતો કે જે કોઈ રાજા મિથ્યાત્વી હોય, વળી તે રાજ્યથી ભ્રષ્ટ થયેલ હોય, મધ્યાહ્નના સમયે કંદોઈની દુકાને પલાઠી વાળીને બેઠા હોય, બેઠા બેઠા પિતાના કાળા વાળને વિખેરતો તીણ ભાલાના અગ્રભાગ વડે એકવીશ માંડા લઈને મને આપશે તો હું પારણું કરીશ.
આ અભિગ્રહને ચાર પ્રકારના વૃત્તિ સંક્ષેપ અન્વયે કઈ રીતે વિભાજીત કરી શકાય તે જુઓ
(૧) એકવીસ માંડા ભાલા વડે આપે તે થ દ્રવૃત્તિ સંક્ષેપ. (૨) તે વ્યક્તિ કંઈની દુકાને બેઠેલો હોવો તેને કહેવાય ક્ષેત્ર
વૃત્તિ સંક્ષેપ. (૩) મધ્યાહ્ન સમય હવે તે કાલ વૃત્તિ સંક્ષેપ. (૪) રાજ્યભ્રષ્ટ થયેલો રાજા હોય, વાળ વિખેરતો હોય તે ભાવ
વૃત્તિ સંક્ષેપ.
મષિ મુનિ આ પ્રકારે વૃત્તિ સંક્ષેપ તપ કરતાં વિચારી રહ્યા હતા. તેઓને ત્રણ માસ અને આઠ દિવસ પસાર થયા ત્યારે એક વખત કણ નામને રાજા કે જે રાજ્યથી ભ્રષ્ટ થયેલ હતો, મધ્યાહ્ન સમયે કંઈની દુકાને બેઠે હતા, બેઠા બેઠા પોતાના રાજ્ય સંબંધિ વિચારણા કરતાં કરતાં માથાના વાળને વિખેરતો હતો. ત્યાં મુનિને પસાર થતા જોઈને બેલ્યો ઓ ભિક્ષુ અહીં આવે હું તમારી આશા પૂર્ણ કરું.