________________
સંતોષી નર સદા સુખી
૧૨૩
.
જ્યાં એક કદમ ઉઠાવી કામ થઈ શકે તેમ હતું ત્યાં તે હજાર કદમ ઉઠાવ્યાં!!
તમે પણ કદાચ આજને આજ દશ દ્રવ્ય સંખ્યા જેટલો વૃત્તિ સંક્ષેપ ન કરી શકે પણ ધીમે ધીમે કદમ ઉઠાવશે તે જરૂર એક વખત ચૌદ નિયમમાંના બીજે નિયમ “ દ્રવ્ય” સંખ્યા પરિમાણ નકકી કરી શકશો. સંતોષી નર સદા સુખી.
વૃત્તિને સામાન્ય અર્થ શ્રી આચાર પ્રદીપ ગ્રંથમાં કરતાં લખ્યું કે વર્તત કયા તિ વૃત્તિ: અને ક્ષે í ટ્રાન સંક્ષેપ એટલે ઘટાડે.
જેમાં ખાવાપીવાની વસ્તુઓની સંખ્યા ઘટાડીને મર્યાદિત કરવામાં આવે છે તેને વૃત્તિ સંક્ષેપ કહેવામાં આવે છે. આ વૃત્તિ સંક્ષેપને શાસ્ત્રકારે ચાર પ્રકારે દર્શાવે છે.
(૧) દ્રવ્યથી વૃત્તિ સંક્ષેપ (૨) ક્ષેત્રથી વૃત્તિ સંક્ષેપ (૩) કાળથી વૃત્તિ સંક્ષેપ (૪) ભાવથી વૃત્તિ સંક્ષેપ
(૧) દ્રવ્ય વૃત્તિ સંક્ષેપ :- દ્રવ્યને આશ્રીને આ પ્રકાર રાખેલો છે. જેમકે અમુક સ્થિતિમાં રહેલ સાથે મળે તે લે અથવા તે પાત્રમાં લેપ ન લાગે તેવા પ્રકારની નિલેપ ભિક્ષા મળે તો જ ગ્રહણ કરવી. ભીમસેને દીક્ષા લીધા પછી એક વખત અભિગ્રહ કર્યો કે ભાલાના અગ્ર ભાગ વડે જે કઈ ભિક્ષા આપે તો તે ગ્રહણ કરવી. છ માસ પર્યત વિચરતા છેલ્લે એક ભીલના હાથે આ અભિગ્રહ પૂર્ણ થયો.
(૨) ક્ષેત્ર વૃત્તિ સંક્ષેપ :– બે કે પાંચ ઘરોમાં જવું, અથવા કેઈ એક શેરી માં જવું કે અમુક વિસ્તારમાંથી જ જે ભિક્ષા મળે તે લેવી, અમુક સ્થિતિમાં રહેલી વ્યક્તિ વહેરાવે તે જ વહોરવું. જેમકે કોઈ ઘરમાં ગયા તે ત્યાં ગોચરી વહરાવનારને એક પગ રસોડામાં અને એક પગ બહાર હોય તે રીતે ઉભા હોય તે જ મારે વસ્તુ ગ્રહણ કરવી.” એક પ્રકારને ક્ષેત્ર અભિગ્રહ.
(૩) કાળ વૃત્તિ સંક્ષેપ – દિવસના અમુક સમયે જ ગોચરી લેવા જવું અથવા તો સર્વ ભિક્ષુક ભિક્ષા લઈને નીવતી ગયા હોય ત્યાર પછી જ ભિક્ષા લેવા માટે જવું તે કાળ અભિગ્રહ. જેમકે
બપોરના એક વાગ્યે જ ભિક્ષા લેવા નીકળીશ.” તે અભિગ્રહ ધારણ કરો.