________________
૧૨૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
તે તેમાં મારી સંપત્તિની સાર્થક્તા છે. આવું વિચારી તે યુવાન એક વખત રામકૃષ્ણ પરમહંસ પાસે એકાંતના સમયે આવ્યા. એક હજાર સુવર્ણ મુદ્રાની થેલી પરમહંસને ચરણે ધરી.
રામકૃષ્ણ પરમહંસે તરત જ પેલા યુવાનને આદેશ આપ્યો કે હમણું ને હમણાં જ આ કચરો ગંગા નદીમાં નાખી આવ. યુવાન વિમાણસમાં પડી ગયે.
પણ આ તે પરમ ત્યાગી સંત હતા, તેમને પોતાની પ્રાથમિક આવશ્કતાથી વિશેષ કંઈ આશા-અપેક્ષા જ રાખી નહતી. જેમની પથારી નીચે એકાદ સોનાના સિકકો પણ ભૂલથી કોઈએ મુકો તે તેઓ ઉંધી નહોતા શક્યા. આવા પરમેચ્ચ કોટિના સંતને મન સુવર્ણમુદ્રાની કિંમત શું હોઈ શકે? તેને તો આજનું પરિમિત ભોજન મલ્યા પછી કાલની ચિંતા કરવા જેટલી પણ વૃત્તિ ન હતી.
જે. તમારા ફેટ, ફીઝ, ફનીચર, ફીયાટ વગેરે ચીજવસ્તુની કિંમત લાખો રૂપિયાની હોય પણ ત્યાગી મહામાં એવા સાધુપુરુષને મન આ બધાંની કિમત કેટલી ? કેડીની જ ને?
તમે કહેશે કેડીની કિંમત કેમ?
સાધુ મહાત્માને આ એક ચીજ વસ્તુઓને ખપ જ નથી. તે તેમની વૃત્તિ જ નથી. તેઓને તો મેક્ષ સાધનાના હેતુથી દેહને ધારણ કરવા જેટલું મળી રહે તે જ બસ છે.
યુવાન તે રામકૃષ્ણ પરમહંસની આજ્ઞા ઉથાપી શકે તેમ હતો નહીં. તે દેડે સીધે ગંગા કિનારે, ત્યાં જઈ એક પછી એક મુદ્રા ગણતો જાય છે, મુદ્રા જોતો જાય છે અને તેને ગંગામાં પધરાવતે જાય છે. એમ કરતાં ઘણી વારે તે રામકૃષ્ણ પરમહંસ પાસે આવ્યો.
રામકૃષ્ણ પરમહંસ કહે અરે! તને આટલો બધો સમય કેમ
લાગે?
યુવાન કહે એક એક સુવર્ણ મુદ્રા ગણતે ગયે. જો ગયો અને પધરાવતો ગયો એટલે સમય લાગે. પરમહંસ બોલી ઉઠયા અરેરે !
[નોંધ :- અા પ્રસંગ “કાકળ બન્યુ મોતીમાં ડે. કુમારપાળ દેસાઈએ નેધેલ છે પણ રામકૃષ્ણ પરમહંસના સમયમાં સુવર્ણ મુદ્દા હતી કે કેમ તે એક પ્રશ્ન છે.]