________________
૧૧૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
તાપસ મૌન રહ્યો. વારંવાર શાળાએ મજાક કર્યા કરી ત્યારે છેવટે વૈશિકાયન તાપસને કોધ ચડ્યો એટલે તેણે શાળા પર તેલે છોડી જવાળાઓથી વિકાળ તેલેશ્યાના ભયથી ગશાળે નાસવા લાગ્યા.
ભયભીત થઈ ગયેલા ગોશાળા માટે હવે બચવાને કઈ ઉપાય રહ્યો નહીં એટલે સીધે પ્રભુના શરણમાં આવીને ઊભો રહી ગયે. વીર પરમાત્મા એ પણ જોયું કે તે જેલેશ્યા હમણા આ ગોશાળાને બાળીને ખાખ કરી દેશે. તેણે ગોશાળાના રક્ષણ માટે શીતલેશ્યા મુકી. તેથી જેમ જળ વડે અગ્નિ શાંત થઈ જાય તેમ શીતલેશ્યા વડે તે તે વેશ્યા પણ શાંત બની ગઈ
પ્રભુ મહાવીર પરમાત્માની આવી અચિત્ય પ્રભાવક શક્તિ જોઈને પ્રભાવીત થયેલા તથા વિસ્મય પામેલો વૈશિકાયત તાપસ પ્રભુની પાસે આવ્યા તેણે પ્રભુની ક્ષમા માંગી.
હજી શાળાના મનમાં તે તેજેશ્યા જ ધુમી રહી હતી. પ્રભુને કહે હે ભગવંત આ તેજેશ્યાની લબ્ધિ શી રીતે પ્રાપ્ત થાય?
ત્યારે મહાવીર સ્વામીએ તેને વિધિ જણાવતા કહ્યું કે જે મનુષ્ય છ માસ પર્યન્ત છઠ્ઠની તપશ્ચર્યા કરે, પારણે એક મુઠ્ઠી અળદ અને અંજલિ જળ લઈ ઉણેદરી તપ પૂર્વક જે પારણું કરે તે તેને આવી મહા તેજલેશ્યાની લબ્ધિ ઉત્પન્ન થાય છે.
ગોશાળે પ્રભુને છોડીને શ્રાવસ્તી નગરીમાં ગયો ત્યાં એક કુંભારની શાળામાં રહીને પ્રભુએ કહ્યા મુજબ છ માસ પર્યત તપ કરતા તેલશ્યાની લબ્ધિ પ્રાપ્ત કરી.
ઉણાદરી તપનો અર્થ સમજ્યા અને આવો મહત્ત્વને દાખલો જાણ્યા પછી તેમને પણ થશે કે શા માટે આ તપ આપણે ન કરવો ? અલબત હવે કંઈ તેજેશ્યાની લબ્ધિ ઉપન્ન થવાની નથી પણ તાર્કિક રીતે ઉદરીનું મહત્વ જણાવવું હોય તો કહી શકાય કે આયંબિલ ઉપવાસ કરતાં વધુ મહત્વ કેમ આપ્યું ?
ઉપવાસમાં તે માત્ર ભજન ત્યાગ છે. જ્યારે ઉદરીમાં ભેજન કરવાની કલા પણ શીખવાની છે. આયંબિલ કર્યું તેમાં ખારોખાટે તી–મીઠે બધાં સ્વાદે છોડવાના છે. કંઈક અંશે અસ્વાદિષ્ટ વસ્તુ જે આરેગવાની છે.