________________
ભજન કરવાની કલા
હવે જરા જુદું વિચારો. તમે જમવા બેઠા ભેજનમાં એક પછી એક સ્વાદિષ્ટ વસ્તુ સામે આવવા માંડે દશ જાતની અલગ અલગ મીઠાઈ હોય, વીસ જાતના વિવિધ ફરસાણે તમને દેખાતા હોય. મેઢામાં લાળ ટપકવા માંડે કે નહીં ? આ ખાઉં કે પેલું ખાઉં? - જ્યારે આયંબિલ કરો તો જીભને સ્વાદ પાષા ન હોવાથી આપોઆપ ઉણાદરી કરી બેસે છે ને? પણ સ્વાદિષ્ટ વસ્તુ જતાં શું થાય છે? પેટને ભાડું દેવા ખાતર ભજન કરવાની વાત તે અભેરાઈ પર રહે તેને બદલે અધિકતમ ખવાઈ ગયા પછી પચાવવું કેમ તેની સમસ્યા હશે !
આવા સમયે ઉણાદરીના દઢ સંકલ્પવાળો કદી અધિક ખાવાના ચક્કરમાં પડશે નહીં, તે માત્ર એટલું જ વિચારશે કે ચાલો આપણાથી ઉપવાસાદિક તપશ્ચર્યા તે થઈ શકતી નથી પણ કંઈક ઓછું ભોજન લઈ તપસ્વીઓની અનુમોદના કરીશ તો પણ લાભ મળશે.
અમે પણ મજાક કરતાં કહીએ છીએ, ભાઈ જે જે જમવા ભલે બેઠા પણ તમારું પેટ કે પેન્ટ કંઈ પાર નથી તે સમજીને ભેજના
લે જે.
જગતમાં અધિકતમ મૃત્યુ-બિમારી કે દવાની જરૂરિયાત પ્રાયઃ અધિક ખાવાવાળાને જ રહે છે. મર્યાદિત આહાર લેનારા કે તપસ્વી મહાત્માઓ પેટના રોગથી ભાગ્યે જ પીડાય છે.
પણ ઉણાદરીને સંદર્ભ માત્ર આહાર સાથે જોડી દેવાય છે તે ખ્યાલ ખરેખર અધુરો છે, આહાર ઉપરાંત ઉપધિ, વસ્ત્ર, પાત્ર વગેરે બાબતે પણ ઉણાદરીની જેમ નિયમ લઈ શકાય છે.
જેમ આહારમાં તમે નક્કી કર્યું કે આજે મારે બે રોટલી ઓછી વાપરવી છે, તેમ વસ્ત્રમાં પણ નિર્ણય કરો કે ચાર જેડીથી વધારે કપડાં મારે વાપરવા નહીં. પાત્ર એટલે કે વાસણો વગેરેનું પ્રમાણ નકકી કરી લેવું, ફર્નિચર આટલાથી વધુ વસાવવું નહીં. એમ દરેક બાબતે મર્યાદા નક્કી કરી જરૂરિયાત ઘટાડવી. કદાચ વર્તમાન યુગની ભાષામાં તેને માટે એમ પણ કહી શકે કે સ્વેચ્છાપૂર્વક ગરીબી ધારણ કરી લેવી તે પણ અસ્થાને નહીં ગણાય.
ગાંધીજીએ એક વખત ઉડીસા નામક પ્રદેશમાં કોઈ એક વૃદ્ધાને