________________
ભજન કરવાની કલા
૧૧૫
અને દાળ બે દ્રવ્ય જ વાપરે. તેઓશ્રીને ખોરાક વધતાં વધતાં બત્રીસ રોટલી થઈ ગયે. - દાળના પાત્રમાં આખી રોટલી ઝાળી દે અને પછી વાપરી જાય. એક વખત બત્રીશ કવલ આહારના વિષયની ચર્ચા નીકળી ત્યારે તેઓ કહે જુઓને હું પણ બત્રીશ કવલ આહાર જ વાપરુ છું ને? એક રોટલીના બે ટુકડા કયાં કરુ છું ? આપણો મૂળ પ્રશ્ન છે કેળીયાનું પ્રમાણ શું?
कवलावा य परिमाण' कुक्कुडि अॅडय प्रमाणमेत्तंतु
जो वा अविगिअ वयणो वयगम्मि छुहेज वीसत्थो કોળીયાનું પ્રમાણ જણાવતા લખ્યું કે “કવલ પ્રમાણ કુકડીના ઈંડા જેવડું સમજવું” એટલે કે એક કેળીયો કુકડીના ઇંડાના આકારથી મોટા હવે જોઈએ નહીં.
તે વળી પ્રશ્ન થાય કે પેલા મહારાજશ્રી તે આખી રોટલીને જ કોળી બનાવીને વાપરતા હતા તેનું શું ?
આ વાતને ઉત્તર શ્લોકના ઉત્તરાર્ધમાં આપેલ છે. [કુકડીના ઈડા પ્રમાણે અથવા તે મેટું વિશેષ પહોળું કર્યા સિવાય સહેલાઈથી જેટલું મેઢામાં મૂકી શકાય તેને એક કેળીયાનું પ્રમાણ સમજવું.
આ પ્રમાણ કરતાં વિવિધ પ્રકારે ઓછું ખાવા નિયમ તે ઉણાદરી તપ.
આ તપને મહિમા વર્ણવતા કહ્યું છે કે છઠ્ઠ અઠ્ઠમ આદિ વિશેષ તપના પારણે ઉદરી તપ કરવાથી વિશિષ્ટ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. જેમ કે નખ સુધીની એક મુઠી જેટલા અળદ તથા એક ચલ [કે ગળા જેટલું પાણી લઈ નિત્ય છઠ્ઠને પારણે છઠ્ઠ કરતાં છ માસે તેજેતેશ્યા ઉત્પન્ન થાય છે. મંખલી પુત્ર ગોશાળાને પણ તે રીતે જ આ લબ્ધિ ઉત્પન્ન થઈ હતી.
એક વખત શ્રી વીર પરમાત્મા સાથે વિચરી રહેલી ગોશાળ વૈશિકાયત તાપસ પાસે આવ્યો. તેને પૂછ્યું કે અરે તાપસ ! તું શું તત્વ જાણે છે? તું સ્ત્રી છે કે પુરૂષ એ પણ કંઈ મને સમજાતું નથી. આવા પ્રકારની મજાક શાળાએ કરવા માંડી છતાં તે ક્ષમાવાન