________________
૧૧૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨ રાક માટે રાખે. પા ભાગ જેટલું ઉદર પાણીની જગ્યા રાખે અને પા ભાગ હવા માટે ખાલી રાખે પછી ગેસની તકલીફ પણ દૂર થઈ જશે અને તંદુરસ્તી સારી રહેશે.
આરોગ્ય શાસ્ત્રની આ જ વાતનું મૂળ છે ઉદરી તપમાં. શ્રી આચાર પ્રદીપમાં ઉણાદરીની વ્યાખ્યા કરતાં જણાવે છે કે
કૃતિ જોતામાં તસ્ય જાળમ ઉરિવા. રોજિંદા ખોરાક કરતાં કંઈક ઓછું ખાવું, પેટમાં થોડું ઓછું ભરવાની ક્રિયા તે ઉદરિકા.
એક સમયે જાપાનમાં ખાદ્ય પદાર્થ પર રેશનીંગ હતું. કેને અમુક પ્રમાણમાં જ નિયત કરેલા માપ જેટલાં ખોરાક અને ખાદ્ય પદાર્થો મળતા હતા. તે સમયે લશ્કરમાંથી નિવૃત્ત થયેલા જનરલ યામાગુચી પણ રેશનીગમાં જે મળે તેમાં જ પોતાને નિર્વાહ કરતા હતા.
જાપાનની પ્રજા જનરલ યામાગુચીની લશ્કરી કામગિરિથી અત્યંત પ્રસન્ન થઈ તેમની પ્રશંસા કરતા થાકતી નહતી. એ જનરલને પિતાની ખરેખરી ખાક જરૂરિયાત કરતા રેશનીગમાં મળતું અનાજ ઓછું પડતું હતું. છતાં તેમણે કદી કોઈને ફરીયાદ કરી નહતી.
(આ કંઈ ભારતનું રેશનીંગ ન હતું કે જ્યાં ચાર ગણી કીંમત આપીને માણસ ખુલ્લા બજાર અથવા કાળા બજારમાંથી વસ્તુ પ્રાપ્ત કરી પોતાની જરૂરીયાત પૂર્ણ કરી લે.)
મહેલાના લોકોને ખબર પડી કે જનરલ ફરીયાદ નથી કરતાં પણ તેને આહાર પુરો પડતું નથી. બધાં પિતાપિતાના ભાગને શેડો થડે હિસ્સો લઈને જનરલ પાસે પહોંચ્યા વિનંતી કરી કે આપ આ રેશનીંગને સ્વીકાર કરો.
જનરલ યામાગુચી કહે. હું આ રેશનીંગના હિસ્સાનું અનાજ સ્વીકારી શકું નહીં. જુઓ હું તો વૃદ્ધ થયો છું. હવે માંડ એકાદ બે વર્ષ કાઢીશ. ઘેડે ખેરાક એ છે લઈશ તે કઈ ફેર પડવાને નથી. મારે તે હવે આ શરીર ટકાવવા પુરતું જ ખાવાનું છે કયાં લશ્કરમાં લડવા જવાનું છે. પણ તમે જે તમારો હિસ્સો મને આપી દેશે તે જેઓ સ્વસ્થ અને યુવાન છે જેમના ઉપર દેશને ભાર છે તે યુવાનો નું શું થશે? કેવળ મારું પેટ ભરવા માટે આ હિસે હું લઈ શકું નહીં.