________________
૧૧૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ–ર
શ્રી વીર પ્રભુના તિષ્યગ નામના શિષ્ય પણ આઠ વર્ષ સુધી છેડૂને પારણે આયંબીલ કરીને અંતે એક માસની સંલેખના કરી બંને પ્રકારના અનશન તપને આદરી પ્રથમ દેવલેકે ગયા. અનુક્રમે તેઓ મેક્ષમાં જશે.
જેમના નામથી આજે તપાગચ્છ ઓળખાઈ રહ્યો છે તેવા એક વખતના આપણા આચાર્ય દેવ શ્રી જગચંદ્ર સૂરીશ્વરજી મહારાજાએ જીવન પર્યત આયંબીલ તપ કરેલ, તેનાં આવા તપસ્વી ગુણથી આકર્ષાઈને મેવાડના રાણાએ તેમને તપાનું બિરદ આપેલું હતું. ત્યારથી આપણે સૌ તપગચ્છ ના કહેવાયા.
આપણે તે આ અનશન તપના પરિશીલન ભુખ્યા રહેવાની કલા પરથી એક જ વાત શીખવાની છે કે અનશનમાં માત્ર ઉપવાસ નથી પણ નવકારસીથી માંડીને છ માસ પર્યન્તને તપ (વર્તમાન કાલે) અનશનમાં જ ગણાય છે. તેમાં મહત્ત્વપૂર્ણ વાત છે આહાર ત્યાગ સાથે વિષય કષાયને પણ છોડવા તે.
૦ એક ભિખારી અન્ન ન મળતા ભુખે રહે.
૦ એક હડતાલીયો પોતાની માંગણી મંજુર ન થાય ત્યાં સુધી ભુપે રહે.
૦ એક વેપારી ધંધામાં સમય ન મળતા ઘેર જમવા ન જઈને ભુખ્ય રહે.
- એક પ્રેમી યુગલ પિતાના પરિણયમાં ડુબી જવાથી ભુખને ઠે. ૦ કેઈ નાટક ફિલમ વગેરેના શેખમાં ભુખે રહે.
આ બધાંજ ભુખ્યા રહે છે છતાં તેને ભુખ્યા રહેવાની કલા નથી આવડી. કેવળ અણહારી પદ પ્રાપ્તિ માટે યાને મેક્ષપથની બુદ્ધિ અનશન કરવું તે જ ભુખ્યા રહેવાની સાચી કલા છે.