________________
-
ભુખ્યા રહેવાની કલા
૧૦૯ (૩) પાદપપગમન - ૫ એટલે વૃક્ષ. v એટલે સદશ અથવા તેના જેવું, મ એટલે પામવું પાપકામનો અર્થ વૃક્ષ જેમ
જ્યાં રહેલું હોય તે સ્થળે તે અડોલ–અચલ જ રહે છે તેમ પાદપિપગમન સ્વીકાર કરનારા મુનિવરશ્રી પણ જ્યાં અનશનને ગ્રહણ કરે.
ત્યાં તે સ્થાને સ્થિર જ રહે છે. પછી સમ–વિષમ પરિસ્થિતિમાં પણ ત્યાં જ રહી મરણ પામે તે પાદપોપગમન અનશન કહેવાય.
આ ત્રણે પ્રકારે અનશન સ્વીકારનારને વૈમાનિક પણું અથવા મુક્તિ ની પ્રાપ્ત થાય છે.
ધન્યમુનિએ પણ આજ્ઞાપૂર્વક નરાન કરીને આ પ્રકારે એક મહિનાની સંલેખના કરી સમાધિ મરણને પ્રાપ્ત કરી સર્વાર્થસિદ્ધ વિમાને તેત્રીશ સાગરોપમની સ્થિતિ વાળા દેવ થયા. ત્યાં દેવપણાનું નિતાન્ત સુખમય આયુષ્ય ભેગવી મહાવિદેહ ક્ષેત્રમાં ઊંચકુલને વિશે ઉત્પન્ન થઈ દીક્ષા લઈ કેવળજ્ઞાન પામી ક્ષે જશે.
જો કે આ ત્રણ પ્રકારના મરણમાં ભક્તપરિજ્ઞા મરણને જ ધન્ય મરણ કહ્યું છે. ઈંગિનીમરણને મધ્યમ મરણ કહ્યું છે. તથા પાદપપગમન મરણને ઉત્કૃષ્ટ મરણ કહ્યું છે.
આ ત્રણ મરણમાં સાધ્વીજીઓને માત્ર ભક્તપરિણા મરણ જ પ્રાપ્ત થાય છે જ્યારે બાકીના બે મરણ ક્રમશઃ વિશિષ્ટતર અને વિશિછતમ દર્યવાળાને જ સંભવે છે. પાદપપગમન અનશન માટે કહેવાયું છે કે
पढम मि अ संघयणे वटुंतो सेल-कुट्ट समाणा
तेसि पि अ वुच्छेउ चउदस पुव्वीण वुच्छेए પ્રથમ સંહનનવાળા અને જે પર્વતના શિખરની જેવા નિશ્ચલ હોય તેમને જ પાદપિપગમન અનશન હોય છે. ચૌદ પૂવીને ઉછેદ થતાં આ પ્રકારના અનશનને પણ વિચછેદ થાય છે.
તેમ છતાં જેમ ધન્ય ઋષિએ સમતાપૂર્વક પાપકર્મની નિર્જરા કરવા બંને પ્રકારના અનશન તપનું સેવન કર્યું તેમજ જે ક્ષણે દીક્ષા ગ્રહણ કરી તે જ ક્ષણે પગલિક સુખની તમામ આશા ત્યજી દીધી. એ રીતે સર્વે જ ઈવર કથિત અનશન થકી સદ્દગતિને પામીને યાવતુકથિત અનશન લઈ મોક્ષને પામનારા બની શકે છે.