________________
ભુખ્યા રહેવાની કલા
૧૦૫ પછી પ્રભુને પૂછ્યું. હે ભગવન્! આ સઘળા મુનિમાં દુષ્કરકારક મુનિ કયા છે?
પ્રભુએ ઉત્તર આપ્યો. હે શ્રેણિક! ગૌતમ આદિ ચૌદ હજાર મુનિઓમાં ધન્યમુનિ માટી નિર્જરા કરતા મહા દુષ્કરકારક છે. તે ભદ્રાપુત્ર નિરંતર છઠ્ઠ પારણે છઠ્ઠની તપશ્ચર્યા કરી રહ્યા છે. પારણે અબેલ કરે છે. શ્રેણિક મહારાજા પણ મુનિને નમન કરી સ્તુતિ કરે કે હે ઋષિ તમે ધન્ય છે. કૃતપુણ્ય છો.
ભગવંતે આટલી પ્રશંસા કેમ કરી હશે ?
તમારામાં પણ વર્ષમાં વર્ધમાન તપની મોટી ત્રણ ત્રણ ઓળી કરનારા છે ને?
અરે ! એક સાદવજી અમારા સમુદાયમાં છે. નામ કૃતવર્ષાશ્રીજી તેઓને દીક્ષા પૂર્વે જ વિગઈઓને ત્યાગ તો હતો. દીક્ષા લીધા પછી કદી આયંબિલ–ઉપવાસ કરતાં ઓછું તપ કયારેય કરેલું નહીં. ૨૦૩૮ના ચાતુર્માસ બાદ ૨૦૩૯ માં બાવીસમાં ઉપવાસે નવસારીથી વિહાર કર્યો. સાથે ઉપાધિ પાત્રા બધું જ ઉપાડીને ચાલે. ૪૩માં ઉપવાસે શએશ્વરજી તીર્થમાં પધાર્યા. ૪પ માં ઉપવાસે પારણું કર્યું. પારણે આયંબિલ.
આ પારણું પણ ઢોલ-નગારાં વગાડીને નહીં. છાપા/પત્રિકાના પ્રચાર કરીને નહીં, પણ હાથમાં જ પાત્રા અને પાણી માટેનો લેટ (લાકડાને ઘડે) લઈને જાતે જ વહોરવા પધાર્યા. તે પણ આયંબિલ ખાતામાં નહીં પણ ગામમાં ગોચરીમાં લાવ્યા. રોટલો અને ભાત માત્ર.
ડા સમયબાદ અઠ્ઠમના પારણે ફરી બેલ શરૂ કર્યા. ચૈત્ર સુદ ચોથના માસક્ષમણનો આરંભ કર્યો. વૈશાખ સુદ ચોથે પારણું કર્યું તે પણ આંબેલથી. શરીર જુઓ તે હાડકાંને માળે લાગે.
કેવું દુષ્કરકારક તપ કર્યું હશે તેમણે? તો શું આવા કેઈ તપસ્વી. શ્રી વીર પ્રભુના સાથે નહીં વિચરતા હોય કે ધન્ય મુનિને દુષ્કરકારક બિરૂદ આપ્યું ?
તપ કરનારની તપશ્ચર્યા બધી કઠીન જ છે. વર્તમાન કાળે આ શ્રતવર્ષાશ્રીજી જેવી રીતે તપ કરનાર ઉગ્ર તપસ્વી મેં તે કોઈ જોયા નથી, છતાં ભગવતે જે બિરૂદ આપ્યું ધન્યમુનિને, તે અતિમનનીય છે.
ધન્યમુનિ દેવલોકમાં થઈ સીધા મેક્ષગામી જીવ છે. દેહ મમત્વના