________________
ભુખ્યા રહેવાની કલા
૧૦૩ બધી પંચાત આહારની છે. જીવ એક ભવમાંથી બીજા ભવમાં જાય ત્યારે પણ આહાર કરે અને બીજા ભવમાં જ્યાં પહોંચે કે તુરંત જ ત્યાં પહેલું કામ ખાવાનું કરે.
તમે અહીં ભાઈ પાછળ રહેવાનું શરૂ કરે ત્યાં સુધીમાં તે ભાઈએ ત્યાં ખાવાનું કામ શરૂ કરી દીધું હોય, “કેમ! વિચિત્ર લાગે છે ને?”
કારણ કે જીવ જ્યાં ઉત્પન્ન થાય ત્યાં સૌ પ્રથમ આહાર પર્યાપ્તીનું કામ કરે, આહાર મળે એટલે શરીર પર્યાપ્તી. શરીર મળે એટલે પછી ઈન્દ્રિય મળે. ઇન્દ્રિયો મળી પછી માનવીને (પંચેન્દ્રિય–સંજ્ઞીને) મન મળે, મન મળે એટલે ઇન્દ્રિયોના વિષયો મેળવ્યા. બસ પછી તે સંસારચક્ર ચાલવા માંડે.
પણ આ બધાની જડ ક્યાં ? આહારમાં. આહાર ન હોય તે શરીર નહીં, શરીર નહીં તો ઈદ્રિય નહીં, ઈન્દ્રિય નહીં તે મન નહીં. મન ગયું તે વિષયો ગયા. પણ ક્યારે ?
અણહારી પદ પ્રાપ્ત કરવાની બુદ્ધિએ અન–શનમ્ આહાર ત્યાગ કરે ત્યારે. આમ ભૂખ્યા રહેવું પણ કલા છે. માત્ર લાંધણ કરનાર અણહારી પદ ન પામે. સમજણપૂર્વક આહાર ત્યાગ કરી અણ–આહારી પદ પ્રાપ્ત કરી મોક્ષે જવા માટે પહેલું તપ મૂક્યું અનરાન.
પ્રશ્ન : અનશન ને અર્થ કર્યો 7 કાનમ્ તે પછી પાન, વાહિમ સ્વામિ તે ત્રણે તો છુટાને સાહેબ?
સમાધાન : અહીં શબ્દાર્થ નહીં ભાવાર્થ લેવાનો છે, નાન શબ્દથી ઉશના લેવાના તેમાં શાન સાથે ખાન, રવામિ, સ્વામિ ચારે પ્રકારના આહારને ત્યાગ આવી જ જશે.
નહીં તે તમારા પ્રશ્ન તો તેલ વિગઈને ત્યાગ પણ મગફળી શાસ્ત્રમાં નથી લખી, માટે મગફળીનું તેલ ખવાય. દુધ વિગઈને ત્યાગ પણ પાવડરનું દુધ કયાં લખ્યું છે માટે પાવડરનું દુધ લેવાય એવો થશે અને એમ કરી છ વિગઈને બારે ભૂગોળ છૂટી કરી નાખે.
પરંતુ શાસ્ત્રકારો વિચક્ષણ છે તેણે તે બહાર ત્યા ત વર્થ: કહી દીધું. એટલે સર્વ આહારને ત્યાગ આવી જ ગે.
સામાન્ય અર્થમાં નિરૂન એટલે ઉપવાસ એ અર્થ કરી દીધો છે. પણ ઉનશન ને અર્થ માત્ર ઉપવાસ નથી. મનન એ ઉપવાસથી ઘણું અલ્પ પણ છે અને ઉપવાસથી ઘણું વધારે પણ છે.