________________
૧૦૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
શેખ ફરી એક વખત એક નગરમાંથી પસાર થઈ રહ્યા હતાં સાથે પાંચ-સાત શિષ્યો પણ હતા. શેખ ફરીદ તે રાજમાર્ગ પર એકા એક થોભી ગયા. ગુરુ રેકાયા એટલે શિષ્યો પણ ચાલતા અટકી ગયા. શેખ ફરીદે એક દ્રશ્ય સમક્ષ આંગળી ચીંધીને કહ્યું.
જુઓપેલા માનવી ગાયને લઈને જઈ રહ્યો છે. તેને જોતાં એક પ્રશ્ન થાય છે મને ? શિષ્ય ગણ લ્યો શું પ્રશ્ન થાય છે ? શેખ ફરીદ કહે આ માનવી ગાયને લઈને જઈ રહ્યો છે તે તે બધાં જુએ છે. પણ માનવીથી ગાય બંધાયેલી છે કે ગાયથી માનવી બંધાયેલા છે?
શિષ્ય ખડખડાટ હસ્યા, સાવ સીધી સાદી જ વાત છે ને? એમાં તવ વળી શું છે? ગાયના ગળે દેરડું છે. દેરડી બાંધી માણસ લઈ જઈ રહ્યો છે. માટે ગાય જ બંધાયેલી છે. માનવી બંધાયેલા નથી તે વાત સ્પષ્ટ છે.
શેખ ફરીદ કહે બરાબર વિચારીને નક્કી કરો. જે ગાયને માનવીએ બાંધી હોય તે શું માણસને ફિકર હાય ખરી? ધારોકે કઈ વચમાંથી દેરડું તેડી નાંખે તે ગાય માણસ પાછળ જશે કે માણસ ગાય પાછળ દોડશે ?
શિષ્ય ગણ મુંઝા, ગુરુજીની વાત તે વિચારણીય છે. દેરડું તુટે તે માણસ જ ગાય પાછળ દોડવાન. ગાય-માણસ પાછળ નહીં,
શેખ ફરીદ કહે આજ તત્ત્વ છે. દોરડું ભલે માણસના હાથમાં રહ્યું છતાં માણસ જ ગાય વડે બંધાયેલ છે. કેમકે તેને ગળે ગાય વળગી છે. આત્માને મૂળભૂત સ્વભાવ પણ અણહારી જ છે. આહાર કરવો તે આત્માને સ્વભાવ જ નથી. છતાં આપણે કર્મોના જાળા પાથરી સુધા વેદનીય કમ ઉભું કર્યું તેનું શું પરિણામ આવ્યું? આહાર સંજ્ઞા અને આહારની જરૂરીયાત –
ત્યારે શેખ ફરીદની માફક હું પણ પ્રશ્ન પૂછું કે તમે ઘરમાં કે ઠારના કોઠાર ભરીને ધાન્ય રાખો, ઘઉં, ચેખા, તેલ, બાજર, ગળ વળી ત્યાં દશ કિલોનું તાળું મારી રાખો અને છતાંય તમારા કબજામાં કઠા કે કે ઠાર ના કબજામાં તમે? બેલો વાસ્તવિકતા શી છે?
પહેલા આપણે કર્મ બાંધ્યું પછી કર્મ આપણને બાંધી બેઠું એ ઘાટ થયા કે નહી ?
તેથી બાહ્ય તપમાં પ્રથમ પગલું મુકાયું “આહાર–ત્યાગ” ભુખ્યા રહેવાની કલા,