________________
(૪૬) તપ અનશન
–ભૂખ્યા રહેવાની કલા
द्वादशधास्तपाचारा-स्तपोवद्भि निरूपिताः
अशनाद्याः षड्बाह्याः षटू प्रायश्चित्तादयोऽन्तगाः તપસ્વી પરમાત્માએ બાર પ્રકારે તપાચાર કહ્યો છે. તેમાં કશન (ત્યાગ) વગેરે છ (પ્રકારે) બાહ્ય તપ છે અને પ્રાયશ્ચિત વગેરે છે (પ્રકારે) અત્યંતર તપ છે.
તપ જીવનનું અમૃત છે. જેમ અમૃત મળવાથી મનુષ્યને મૃત્યુને ભય નથી હોત તેમ તારૂપી અમૃત મળવાથી મનુષ્ય જીવન અમર [ફરી જન્મ મરણાદિ રહિત] થઈ જાય છે. તપ કરવાલ કરાલ લે કરમાં વરીયે શિવવધૂ ઝટપટમાં
તપના મુખ્ય બે ભેદ કહ્યા, છ બાહ્ય-છ અત્યંતર. બીમાર માનવીને બે પ્રકારની દવા અપાય છે, એક બહારથી લગાડવા લેપ વગેરે. બીજી પેટમાં નાખવાની. જેમકે શરદી થાય ત્યારે બાહ્ય ઉપચાર રૂપે બામ લગાડાય છે, સાથે આંતર ઉપચાર રૂપે ગેળી અને સીરપ આપે છે. તેમ ભવ રોગથી પીડાતા જીને પણ બાહ્ય અને અભ્યન્તર તપ એ બે પ્રકારે ઉપચાર છે.
આવા પ્રકારના બાહ્ય તપના જુદા જુદા છ પ્રકારો શાસ્ત્રકારે વર્ણવ્યા છે–
अणसणमुणो अरीया वित्तीस खेवण' रसञ्चाओ
काय किलेसो संली-णयाय बज्झो तवो होइ અનશન, ઉણાદરી, વૃત્તિ સંક્ષેપ, રસ ત્યાગ, કાય કલેશ, સંલિનતા એ છ બાહ્ય તપ છે.
સર્વ પ્રથમ તપ મુક્યું અનશન –
અનાર એટલે શું? 7 સશનમ્ કૃતિ બનશનમૂ-બહાર ત્યા રૂતિ અર્થ: ભોજન ન કરવું તે અથવા આહરને ત્યાગ તે અનશન