________________
મુક્તિપથ ઉપવાસથી ઉત્સર્ગ
હળવદમાં મેતીચંદ વાણીયે નાગડા બાવાને જોયા. ચાર રૂપિયા ગણું દીધા. બાવાને ખબર પડી ગામમાં મામલો મચ્યો છે. એક તરફ બાવા, બીજી તરફ કાઠી. હળવદ સાફ કરી નાખ્યું. દરબાર ગઢમાં આડે દેવા એકે માટી ન રહ્યો. રામાખાચરે મેતીચંદને પગે લાગી પ્રણામ કર્યા. ચોટીલાના સીમાડે બેય કટક નોખા થઈ ગયાં. રામાખાચર. બેલ્યા બેનના ફેરા ફેરવીને આવીએ.
વેલડામાંથી ગગીએ સાદ દીર્ધ વેલડું થંભાવે બાપુ! હું ડાકણ છું? કેમ દીકરી? તમને સહુને કપાવીને મારે શો સ્વાદ છે? દીકરી બોલે બંધાણ છીએ.
ભકાકાકા અહીં આવે. કાં બાપ, બાલ ગીગી શું કેવું છે? કાકા તમે મને ઉગારી શું કરવા? ભોકાવાળે પસ્તાણે આંખના ખૂણે ભીના થઈ ગયા હવે પ્રાયશ્ચિત કરવું કેમ?
લે રામાખાચર ! ચલાવ આ તલવાર ભત્રીજાનું વેર લઈ લે. રામે કહે આપા સાત ભત્રીજા માર્યા હતા તે યે વાંધે ન” તે આજ સાટું વાળી દીધું. બંને એ વેરના વળામણ કરી ભીની આંખે જ પ્રાછત કરી લીધું.
પ્રાયશ્ચિત એટલે પસ્તા ભુતકાળમાં થયેલ ભૂલનું દુઃખ અને આત્મ શેાધન પ્રક્રિયા. અત્યંતર તપને આ પહેલે ભેદ છે.
(૧) પ્રાયશ્ચિત–પાપનું છેદન (પાપ-ઝિ) અથવા પ્રાયઃ ચિત્તનું શાધન કરવાની પ્રક્રિયા.
(૨) વિનય-જ્ઞાનાદિક ગુણ વડે ગુણવંતનો આદર સત્કાર કરવો તે વિનય.
વિનયની વિશેષ વ્યાખ્યા કરતા શ્રી આવશ્યક સૂત્રમાં લખ્યું કે જેના વડે આઠ પ્રકારના કર્મો દૂર કરાય તે વિનય.
(૩) વૈયાવચ્ચ-ગુણવંતેની ભક્તિ તેઓને આહાર, વસ્ત્ર, ઔષધ વગેરે આપવા તે * વૈયાવચને અપ્રતિપાતિ એટલે કે અવિનાશી ગુણ કહે છે જે પરંપરાએ મેક્ષ દેનાર છે.
(૪) સ્વાધ્યાય એટલે આત્માનું ઉધ્યાય એટલે અધ્યયન કે મનન. પિતાના આતમ ગુણનું જ્યાં અધ્યયન કે મનન કરાય છે તે.