________________
મુક્તિ પથ ઉપવાસથી ઉત્સર્ગ એક દિવસ આત્મા દેહને છોડી જશે ત્યારે આ શરીરની તે રાખજ થવાની છે.
–અને અન્યન્તર જીવન રૂપ આત્મા જે બાહ્ય શરીર–ઈનિદ્ર સાથે સંબંધ નહીં જોડે તે પૂર્વ સંચિત કર્મોનો ક્ષય માટે કશું કરી નહીં શકે. આ રીતે બંને જીવનનું મહત્ત્વ છે. એટલે શરીર અને આત્મા એકમેક સાથે જેમ જોડાયેલા છે, તેમ બાહ્ય અને અભ્યન્તર તપ પણ એકબીજા સાથે જોડાયેલા છે તેજ છે, | મુક્તિ પથ–ઉપવાસથી ઉત્સગ સુધી
જે બાહ્ય તપને અલ્યન્તર તપને ગુણેને પ્રકાશ ન મળે તે બાહ્ય તપ સત્ત્વહિન અને નિસ્તેજ બને છે. તેમજ અભ્યતઃ તપને બાહ્ય તપની મદદ ન મળે તો તે અસમર્થ અને પંગુ બની જાય છે. જેમકે કાર્યોત્સર્ગ એ અભ્યતર તપ છે. પણ તેને આદરવા જતા આપોઆપ અનશનરૂપ બાહા તપને અમલ થઈ જ જવાને.
બાહ્ય અત્યંતર જે કહ્યા રે તપના બાર પ્રકાર હેજો તેહની ચાલમાં રે જેમ ધન અણુગાર
ભવિક જન તપ કરજો મન શુદ્ધ આ રીતે શાસ્ત્રકારો બાર પ્રકારના તપને વર્ણવે છે તેમાં માત્ર ભુખ્યા રહેવું કે ઉપવાસ કરવાની કોઈ વાત નથી.
द्वादशधास्तपाचाराः तपोवद्भिनिरुपिता :
अशनाद्या : पड़बाह्याः पटप्रायश्चित्तादयोऽन्ता : તપસ્વી પરમાત્માએ બાર પ્રકારને તપ–આચાર નિરૂપેલ છે. તેમાં અશન ત્યાગ વગેરે છ બાહ્ય અને પ્રાયશ્ચિત વગેરે છ અંતરંગ.
દઢ પ્રહારી જેનું નામ. જેને પ્રહાર કરે તે અવશ્ય મૃત્યુ પામે તે બળવાન. પણ એક વખત લેક પર પ્રહાર કરતાં કરતાં પોતાના કર્મો ઉપર પ્રહાર કરી બેઠો અને તેના એક માત્ર પ્રહારથી કર્મરૂપી શત્રુ હણાઈ ગયા ને પ્રગટ થઈ ગયું કેવળજ્ઞાન. માટે જ તેનું દૃઢ પ્રહારી નામ સાર્થક બન્યું.
પણ કઈ રીતે ? દઢ પ્રહારીએ એક તરફ વૃત્તિ સંક્ષેપ રૂપ બાહ્ય તપ આદર્યું ઘેર અભિગ્રહ કર્યો કે મારા પાપનું સ્મરણ પણ બીજે કઈ કરાવે ત્યાં સુધી મારે સર્વથા આહાર ત્યાગ.